PM Modiનો કોંગ્રેસ પર પ્રહાર: ગુજરાત આર્થિક રૅન્કિંગમાં પ્રથમ આવ્યું તો રિપોર્ટ રોકવાનો દબાણ કરાયો હોવાનો આક્ષેપ
PM Modi Gujarat Ranking અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોટો રાજકીય આક્ષેપ કર્યો હતો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કિસાન તક ભારત કૃષિ પરિષદ 2026માં સંબોધન દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં રાજ્ય આર્થિક કામગીરીના રૅન્કિંગમાં પ્રથમ સ્થાને આવ્યું હતું. જોકે, તે સમયે કેન્દ્રમાં સત્તા પર રહેલી તત્કાલીન સરકારે…

