Ahmedabad Hit and Run: શીલજ સર્કલ અકસ્માતમાં યુવકનું મોત, BJP ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ બાદ જામીન
Ahmedabad Hit and Run કેસમાં અમદાવાદના શીલજ સર્કલ પાસે થયેલા જીવલેણ અકસ્માતને લઈને મોટો ખુલાસો થયો છે. આ અકસ્માતમાં 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયાનું મોત થયું હતું. પોલીસ તપાસમાં કારચાલક તરીકે બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહનું નામ સામે આવ્યું છે. બોપલ પોલીસે CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે તેની ધરપકડ કરી હતી….

