Maya Elephant: કેરળની ગંભીર રીતે ઘાયલ 18 મહિનાની હથિણીને જામનગરના વનતારામાં એરલિફ્ટ કરાઈ
Maya Elephant Rescue અભિયાન હેઠળ કેરળમાં ગંભીર રીતે ઘાયલ થયેલી 18 મહિનાની હથિણી માયાને 6 નવેમ્બરે જામનગર સ્થિત વનતારામાં એરલિફ્ટ કરીને લાવવામાં આવી છે. તેના આગળના બંને પગમાં ફ્રેક્ચર, છાતીમાં ચેપ અને શરીર પર ઘા હોવાને કારણે તેની સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. વનતારાની વિશેષ પશુચિકિત્સા ટીમે તેને સઘન સારવાર આપવાનું શરૂ કર્યું છે. વનતારા…

