TESLA કારમાં આગ કેનેડાના ટોરોન્ટોમાં એક દુ:ખદ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બે ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક કારમાં પાંચ લોકો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાબૂ બહાર જઈને રોડની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર બાદ કારમાં અચાનક આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક કારની બેટરીમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના બની હતી. આગ લાગવાથી કારમાં બેઠેલા ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક છોકરીને કોઈ રીતે બચાવી શકાઈ હતી.
TESLA કારમાં આગ ભાઈ અને બહેન ગુજરાતના રહેવાસી હતા
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં જે ભાઈ-બહેન હતા તે ગુજરાતના ગોધરા શહેરના રહેવાસી હતા. પ્રભા રોડની મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા સંજયસિંહ ગોહિલની મોટી પુત્રી કેતા ગોહિલ (30) 6 વર્ષ પહેલા કેનેડા ગઈ હતી, જ્યાં તે અભ્યાસ બાદ હાલમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતી હતી. સંજયસિંહનો પુત્ર નીલરાજ ગોહિલ (26) 10 મહિના પહેલા કેનેડા ગયો હતો, જ્યાં તે અભ્યાસની સાથે નોકરી કરતો હતો. નીલરાજ ગોહિલ કેનેડાના બ્રામટન શહેરમાં રહેતો હતો. બોરસદના જય સિસોદિયા, દિગ્વિજય અને ઝલક પટેલ પણ તેમની સાથે રહેતા હતા.
કારમાં પાંચ લોકો સવાર હતા
જણાવવામાં આવી રહ્યું છે કે કેનેડાના સમય મુજબ બપોરે 12.20 વાગ્યે પાંચેય લોકો ટેસ્લા કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. પાંચ લોકોમાં ભાઈ અને બહેનનો પણ સમાવેશ થાય છે. દરમિયાન તેમની કાર રસ્તાની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ હતી. કારની ટક્કર બાદ તેમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ભાઈ-બહેન સહિત ચાર લોકો દાઝી ગયા હતા. જો કે, ઝલક પટેલને કોઈ કાર સવાર દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. હાલ ઝલક પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો- રાહુલ ગાંધીએ સલૂનની લીધી મુલાકાત, વાળંદ થઇ ગયા ભાવુક,જુઓ વીડિયો