નાણા મંત્રી નિર્મલા સીતારમણે ( Finance Minister) આજે સંપૂર્ણ બજેટ રજૂ કર્યુ. મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું ( Finance Minister) સતત સાતમું બજેટ છે. પરંતુ શું તમે ભારતના એવા નાણા મંત્રીઓ વિશે જાણો છો, જેઓ નાણામંત્રી તો રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા નથી.
દેશનું સામાન્ય બજેટ (બજેટ 2024) આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું. સોમવારે વડાપ્રધાનના ભાષણ બાદ સંસદનું બજેટ સત્ર શરૂ થયું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બની છે અને મોદી 3.0નું આ પ્રથમ બજેટ છે. ત્યારે નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે.
કેસી નિયોગી બજેટ રજૂ ન કરી શક્યા ( Finance Minister)
હવે વાત કરીએ બજેટ ઈતિહાસમાં સમાવિષ્ટ એવા બે નાણાપ્રધાનોની, જેઓ આ પદ ધરાવતા હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી. જેમાં પહેલું નામ આવે છે પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગીનું, જેઓ નાણામંત્રી પદ પર તો રહ્યા પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં એમણે વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે નાણામંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે આર.કે. સન્મુખમ ચેટ્ટીની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી, પરંતુ 35 દિવસ પછી એમણે રાજીનામું આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન એમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.
નિયોગી સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા
કે.સી. નિયોગીએ ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા. નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ જોન મથાઈએ નાણા મંત્રાલયનું કામ સંભાળ્યું અને દેશના ત્રીજા નાણામંત્રી બન્યા. આ પછી મથાઈએ સંસદમાં તે નાણાકીય વર્ષનું બજેટ ભાષણ રજૂ કર્યું.
એચએન બહુગુણા પણ છે આ યાદીમાં
બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં આગળનું નામ હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું છે, જેમણે આ પદ સંભાળ્યું હતું પરંતુ એમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કેસી નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો જ રહ્યો હતો. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી બન્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પણ બજેટ રજૂ થઈ શક્યું ન હતું.
આ પણ વાંચો –મોદી સરકારના સામાન્ય બજેટમાં શું થયું સસ્તું અને મોંઘું,જુઓ યાદી