નકલી EDના અધિકારી – ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નકલી ઇડી રેડનું ષડયંત્ર
ધિકા જ્વેલર્સ પર નકલી ઈડી અધિકારી દ્વારા રેડ પાડવાના ષડયંત્રની પરિક્ષિ થઈ રહી છે. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આદિપુરના રહેવાસી આરોપી ભરત શાંતિલાલ મોરવાડીયા (સોની)એ પોતાના મિત્ર દેવાયત વિસુભાઈ ખાચર (મેઘપર બોરિચી)ને જણાવી હતી કે, 5-6 વર્ષ પહેલા ગાંધીધામની રાધિકા જ્વેલર્સ પર ઇન્કમ ટેક્સની રેડ પાડી હતી, જેમાં મોટા પ્રમાણમાં સોનાની ચાંદી અને રોકડ રકમ મળી હતી. આરોપી એ જણાવ્યું હતું કે, હાલમાં પણ રાધિકા જ્વેલર્સના માલિક પાસે 100 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ હશે.
10 ટકા ઈનામ મેળવવાની લાલચમાં ફસાયા
ભૂજના આરોપીઓએ રાધિકા જ્વેલર્સ પર નકલી ઈડીની રેડ પાડી, ઈડી તરફથી 10 ટકા ઈનામ મેળવવાની લાલચમાં રેડ પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ભૂજના એક ઇસમએ પહેલા ખોટી ઈડીની રેડ પાડી, અને પછી મુદ્દામાલ જોઈને સાચા ઈડી અધિકારીઓને બોલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. તેમ છતાં, અમદાવાદથી આવેલા તમામ લોકો નકલી હતા.
આદિપુરના ભરત મોરવાડિયા, મેઘપરના દેવાયત ખાચર અને ઈયુઝીન અગસ્ટીન ડેવિડ, ભૂજના પત્રકાર અબ્દુલ સતાર માંજોઠી, હિતેષ યત્રભૂજ ઠક્કર, વિનોદ રમેશબાઈ ચુડાસમા, અને અમદાવાદના આશિષ મિશ્રા, ચન્દ્રરાજ નાયર, અજય દુબે, અમિત મહેતા, નિશા અમિત મહેતા, શૈલેન્દ્ર દેસાઇ (રેલવે કર્મચારી) અને વિપિન શર્માએ નકલી ઈડી અધિકારીની ભૂમિકા ભજવી હતી અને રાધિકા જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા.
રેડ પાડી
નિર્ધારિત યોજના અનુસાર, અમદાવાદથી બે કારમાં છ લોકો ગાંધીધામ પહોંચી. બુધ્ધીપુર કીમલાના સાગરીતો સાથે તેમણે બસ સ્ટેશન નજીક મિટીંગ કરી અને ત્યારબાદ અલગ અલગ વાહનોમાં બેસીને રાધિકા જ્વેલર્સની દુકાન પર પહોંચ્યા. અહીં, અમદાવાદથી આવેલા આરોપી શૈલેન્દ્ર દેસાઈએ પોતાને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના અધિકારી તરીકે ઓળખાવી અને રેડ પાડી. આ માટે શૈલેન્દ્ર દેસાઈએ નકલી આઈકાર્ડ બતાવ્યું, જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી અંકિત તિવારીના નામે હતું.
આ પછી, રાધિકા જ્વેલર્સના માલિક કનૈયા પ્રતાપભાઈ ઠક્કરના ઘરના તેમજ તેમના ભાઈઓના ઘરના દરવાજે રેડ પાડવાનો નાટક કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન, સોની વેપારીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને કિંમતી મુદ્દામાલ, રોકડ રકમ જપ્ત કરી અને તેઓ ત્યાંથી છૂટા થઈ ગયા.
આ દરમિયાન, આ બોગસ ઈડી અધિકારી બની આવેલી એક મહિલા, નિશા મહેતાએ સોની વેપારીના ઘરના સભ્યોની નજર ચૂકવી અને સોનાના દાગીના ચોરી લીધા. આ વાત ફરિયાદીઓના ધ્યાનમાં આવી, અને તેમણે તરત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસની ઘટનાની જાણ થતાં, તમામ લેભાગુ ટોળકીનો પત્તો ફાટી ગયો અને પકડાઈ ગયા.
આ કેસમાં પોલીસે ઇડી અધિકારી બની રેડ પાડનાર આરોપીઓ પાસેથી 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમા નિશા મહેતાએ ચોરી કરેલા સોનાની 100 ગ્રામની લગડી, 6 લેડીઝ બ્રેસલેટ, નકલી ઇડીનું આઈકાર્ડ, 13 મોબાઇલ ફોન, 3 કાર અને એક્ટિવા સહિત લગભગ 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ જપ્ત કર્યો છે.
ઈડી અધિકારી રેડ કેસમાં ઝડપાયેલા આરોપીઓ
ભરત શાંતિલાલ મોરવાડિયા, આદિપુર
દેવાયત વીસુભાઈ ખાચર, મેધપર, અંજાર
અબ્દુલસતાર ઈશાંક માંજોઠી, ભુજ
હિતેષ ચત્રભુજ ઠક્કર, ભુજ
વિનોદ રમેશભાઈ ચુડાસમા, ભુજ
ઈયુઝીન અગસ્ટીન ડેવિડ, મેધપર, અંજાર
આશિષ રાજેશભાઇ મિશ્રા, અમદાવાદ
ચન્દ્રરાજ મોહનભાઈ નાયર, અમદાવાદ
અજય જગન્નાથ દુબે, અમદાવાદ
અમિત કિશોરભાઇ મહેતા, અમદાવાદ
નિશા અમિતભાઇ મહેતા, અમદાાદ
શૈલન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ
આ પણ વાંચો – RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, વગર વ્યાજે મળશે 2 લાખ રૂપિયાની લોન