કેનેડામાં દિવાળીની પરંપરાગત ઉજવણી રદ કરવામાં આવી

કેનેડામાં દિવાળી – કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે દેશમાં ચાલી રહેલા તણાવના કારણોસર વાર્ષિક દિવાળી સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઇવેન્ટ, જે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC) દ્વારા આયોજિત થતું, પોઈલીવરે સંસદમાં થનાર સંમેલનમાં રદ કરી દીધું.પોઈલીવરે આ નિર્ણયમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના તણાવને જોતા, આ સમારોહનું આયોજન શક્ય નથી.

કેનેડામાં દિવાળી  OFICની પ્રતિક્રિયા: OFICના પ્રમુખ શિવ ભાસ્કરે આ નિર્ણયને “અયોગ્ય અને ભેદભાવપૂર્ણ” ગણાવ્યો. તેમણે પોઈલીવરને માફી માંગવાની માંગ કરી, કહેવું હતું કે “કેનેડાના ભારતીય મૂળના નાગરિકોને આ તણાવનો સામનો ન કરવાની જરૂર છે. પત્રમાં ભાસ્કરે ઉલ્લેખ કર્યો કે આ ઘટના માત્ર દિવાળીની ઉજવણીની રદ કરવાની વાત નથી, પરંતુ તે સંકેત આપે છે કે કેનેડામાં જાતિવાદ અને ભેદભાવ વધતું જઈ રહ્યું છે. ગયા વર્ષે આ સમારોહમાં 500થી વધુ મહેમાનોની હાજરી રહી હતી, જેમાં પોઈલીવરના સામે ભારતના હાઇ કમિશનર સંજયકુમાર વર્મા હાજર હતા.

ઉલ્લેખનીય છે કે કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે દેશમાં ચાલી રહેલા તણાવના કારણોસર વાર્ષિક દિવાળી સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઇવેન્ટ, જે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC) દ્વારા આયોજિત થતું, પોઈલીવરે સંસદમાં થનાર સંમેલનમાં રદ કરી દીધું.પોઈલીવરે આ નિર્ણયમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના તણાવને જોતા, આ સમારોહનું આયોજન શક્ય નથી.

આ પણ વાંચો –  ભારતમાં એલોન મસ્કની સ્ટારલિંક અને એમેઝોનની સેટેલાઇટ સેવા પર સંકટ, DoTએ આ માંગણી કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *