ICC ટેસ્ટ રેન્કિંગમાં આ ખેલાડી ટોપ પર, ઇંગ્લેન્ડના હેરી બ્રુકે લગાવી મોટી છલાંગ, ત્રીજા સ્થાન પર પહોંચ્યો

ICC ટેસ્ટ રેન્કિંગ :   ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ચોક્કસપણે થયું કે ઈંગ્લેન્ડના હેરી બ્રુકે જબરદસ્ત છલાંગ લગાવી છે. તેના આગળ આવવાને કારણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને મામૂલી નુકસાન થયું છે. જો કે આ પછી પણ ભારતના ત્રણ બેટ્સમેન ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ICC ટેસ્ટ રેન્કિંગ માં નંબર વન બેટ્સમેન 

ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન હજુ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે. હાલમાં તેનું રેટિંગ 859 છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે તેમનું પદ જોખમમાં છે. ઈંગ્લેન્ડનો જો રૂટ તેની ખૂબ નજીક આવી ગયો છે. આ વખતે પણ જો રૂટ બીજા સ્થાને છે, પરંતુ તેની રેટિંગ વધી છે. હવે તેનું રેટિંગ વધીને 852 થઈ ગયું છે. એટલે કે પ્રથમ અને બીજા નંબરના બેટ્સમેન વચ્ચે માત્ર સાત રેટિંગ પોઈન્ટનો તફાવત છે. જો ઈંગ્લેન્ડનો જો રૂટ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં મોટી ઈનિંગ રમશે તો તેની પાસે ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બનવાની તક છે.

આ પછી ઈંગ્લેન્ડનો હેરી બ્રુક સીધા ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. તેને ચાર સ્થાનનો ઉછાળો મળ્યો છે, હવે તેનું રેટિંગ વધીને 771 થઈ ગયું છે. હેરી બ્રુકે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી, જેનો ફાયદો તેને આ વખતે રેન્કિંગમાં મળતો જણાય છે. હેરી બ્રુક ચાર સ્થાનના કૂદકા સાથે પાકિસ્તાનના બાબર આઝમ સહિત કુલ ચાર બેટ્સમેનોને પોતપોતાના સ્થાનેથી એક સ્થાન નીચે જવું પડ્યું છે.

પાકિસ્તાનનો બાબર આઝમ હવે 768 રેટિંગ અને એક સ્થાનના નુકસાન સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલનું પણ રેટિંગ 768 છે તેથી તે પણ બાબર સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે. સ્ટીવ સ્મિથે પણ એક સ્થાન ગુમાવ્યું છે. હવે 757ના રેટિંગ સાથે તે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ એક સ્થાન નીચે ગયો છે. તેનું રેટિંગ 751 છે અને તે સાતમા નંબર પર આવી ગયો છે.

આ પછી ભારતની યશસ્વી જયસ્વાલ છે. તેનું રેટિંગ 740 છે અને તે 8મા નંબર પર છે. તેની રેન્કિંગ પર કોઈ અસર થઈ નથી. શ્રીલંકાના દામુથ કરુણારત્ને 739 રેટિંગ સાથે 9મા નંબર પર યથાવત છે. ટોપ 10માં ભારતના વિરાટ કોહલી છેલ્લા સ્થાને છે. તેનું રેટિંગ હજુ પણ 737 છે. ઈંગ્લેન્ડના બેન ડોકેટને પણ 6 સ્થાનનો ઉછાળો મળ્યો છે. તે 687 રેટિંગ સાથે સીધા 16માં નંબર પર પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ બાદ પણ રેન્કિંગમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો –અભિનવ બિન્દ્રાને મળ્યું IOCનું સૌથી મોટું સન્માન, 16 વર્ષ પહેલા શૂટિંગમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *