દુષ્કર્મ કેસ : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર મજબૂર કરી દીધી. ત્યારબાદ, ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું. જયારે સગીરાના મિત્રએ ગામમાં આવીને જાણ કરી, ત્યારે ગ્રામજનો મદદ માટે આગળ આવ્યા અને સગીરાની શોધખોળ શરૂ કરી છે
નોંધનીય છે કે સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું. આ અંગેની પોલીસને જાણ કરતાં રાત્રે જ અલગ અલગ ટીમો બનાવીને ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસ ડોગ સ્ક્વોડની પણ મદદ લઈ રહી છે. હાલ, આ કેસમાં બે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે ત્રીજા આરોપીની ઓળખ હજુ બાકી છે. આરોપીઓ વિરૂધ્ધ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં પોલીસ પીડિતાના મિત્રની પૂછપરછ કરીને વધારે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસએ સગીરા સાથે હાજર રહેલા યુવકને ઘટના સ્થળે લાવી અને ત્યાં જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા છે. FSL ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુરત ગ્રામ્યના એસપી, હિતેષ જોયાસરના જણાવ્યા પ્રમાણે, “પીડિતા જ્યાં અભ્યાસ કરતાં હતા ત્યાંથી અહીં કીમ તેમના મિત્રને મળવા આવ્યા હતા. તે લોકોએ તેમના બે મિત્ર સાથે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ પહેલા આઈસ્ક્રીમ ખાઈને પેટ્રોલ પુરાવવા આ રસ્તે આવ્યા હતા. આ દરમિયાન તેઓ આ રસ્તે તેઓ અંદર ખેતરમાં બેઠા હતા. ત્યારે આ ત્રણ ઇસમોએ આવીને આ કૃત્યને અંજામ આપ્યો હતો. આમાં લૂંટનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ગુજરાત સરકાર ડ્રગ્સ પર લગામ કસવા માટે નવો કાયદો લાવવાની તૈયારીમાં, ફાંસીની જોગવાઇ પર વિચારણા!