અમેરિકન નેવીના વિમાનોએ: મંગળવારે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર છોડવામાં આવેલી લગભગ 100 મિસાઈલ બાદ અમેરિકા એક્શનમાં આવ્યું છે. તેણે તરત જ તેની સેનાને ઈઝરાયેલને મદદ કરવાનો આદેશ આપ્યો. વ્હાઇટ હાઉસે કહ્યું, “યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ઇરાની હુમલાઓ સામે ઇઝરાયેલને બચાવવામાં મદદ કરવા માટે યુએસ સેનાને નિર્દેશ આપ્યો છે.”અમેરિકન નેવીના વિમાનોએ ઈરાની મિસાઈલો સામે ડઝનેક ઈન્ટરસેપ્ટર ફાયર કર્યા, હવે ચોમેર યુદ્વના દ્રશ્ય જોવા મળી રહ્યા છે.
અમેરિકન નેવીના વિમાનોએ: વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકી સૈન્યને ઇરાની હુમલાઓ સામે ઇઝરાયલને બચાવવામાં મદદ કરવા અને ઇઝરાયેલને નિશાન બનાવી રહેલી મિસાઇલોને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેના સૈનિકોને એલર્ટ રહેવા કહ્યું છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમમાંથી ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાની હુમલા પર નજર રાખી રહ્યા છે અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પાસેથી નિયમિત અપડેટ્સ મેળવી રહ્યા છે. જોકે, તેલ અવીવમાં હાજર અમેરિકન દળોને કોઈ નુકસાન થયું નથી.
અમેરિકાએ પહેલા જ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ઈરાન ‘ટૂંક સમયમાં’ ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે અને ચેતવણી આપી હતી કે જો આવું થશે તો તેના ‘ગંભીર પરિણામો’ આવશે. અધિકારીએ કહ્યું કે અમેરિકા ઇઝરાયેલની સંરક્ષણ તૈયારીઓને સક્રિયપણે સમર્થન આપી રહ્યું છે. આ ઘટના એવા સમયે બની જ્યારે ઇઝરાયેલી સેનાએ મંગળવારે લોકોને લેબનોનની સરહદે આવેલી લગભગ બે ડઝન વસાહતો ખાલી કરવા કહ્યું અને હિઝબુલ્લાહની સ્થિતિને નિશાન બનાવવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો – ઈરાનના હુમલા બાદ બંકરમાં છુપાયા નેતન્યાહુ અને મંત્રીઓ!