Surat Olpad Bridge Accident: સુરત: ઓલપાડના કુડસદ ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, બાઈક 50 ફૂટ નીચે ખાબકતાં 3 યુવકોના મોત

Surat Olpad Bridge Accident

Surat Olpad Bridge Accident સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ કુડસદ ગામ પાસે મોડી રાત્રે એક કાળજું કંપાવનારી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. આ ગોઝારા Surat Olpad Bridge Accident માં એક જ બાઈક પર સવાર ચાર યુવકો રેલવે ઓવરબ્રિજની સેફટી વોલ સાથે ધડાકાભેર અથડાઈને 50 ફૂટ ઊંડે નીચે ખાબક્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કીમ નજીક આવેલા કુડસદ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી આ ચારેય યુવકો મોડી રાત્રે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ Surat Olpad Bridge Accident ત્યારે સર્જાયો જ્યારે બાઈકચાલકે પૂરપાટ ઝડપે જતી બાઈક પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો. બેકાબૂ બનેલી બાઈક પુલની સુરક્ષા દિવાલ (સેફટી વોલ) સાથે જોરથી અથડાઈ હતી અને ચારેય યુવકો ફંગોળાઈને સીધા 50 ફૂટ નીચે પટકાયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ત્રણ યુવકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચોથા યુવકને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં કીમ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવકની સ્થિતિ સુધર્યા બાદ તેનું નિવેદન નોંધવામાં આવશે. એકસાથે ત્રણ યુવકોના અકાળે મોતથી સમગ્ર ઓલપાડ પંથકમાં અને મૃતકોના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.કુડસદ ગામ પાસે મોડી રાત્રે એક કાળજું કંપાવનારી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. આ ગોઝારા Surat Olpad Bridge Accident માં એક જ બાઈક પર સવાર ચાર યુવકો રેલવે ઓવરબ્રિજની સેફટી વોલ સાથે ધડાકાભેર અથડાઈને 50 ફૂટ ઊંડે નીચે ખાબક્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

મમતા’ છોડતા જ પઠાણ પર ‘લક્ષ્મીકૃપા’: પક્ષ બદલ્યા બાદ જ યુસુફ પઠાણના વિવાદિત પ્લોટનો કેસ ઉકેલાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *