Gujarat Heatwave Forecast: ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને પારો સતત ઉંચે જઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, ગુજરાતના મુખ્ય શહેરોમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.ગુજરાતના મુખ્ય શહેરોમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.
Gujarat Heatwave Forecast:અમદાવાદમાં આકરી ગરમી
હવામાન વિભાગના આંકડા મુજબ, ગઈકાલે 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજકોટવાસીઓ જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ, મેગા સિટી અમદાવાદમાં પણ આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે.
આગામી 48 કલાક અત્યંત ભયાનક!
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ Heatwave Forecast (હિટવેવની આગાહી) મુજબ, લોકો માટે આગામી 48 કલાક આનાથી પણ વધુ કપરા સાબિત થઈ શકે છે. આગામી 48 કલાક સુધી આ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તંત્રની અપીલ
વધતી જતી ગરમીને પગલે નાગરિકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા અને લૂ (હીટસ્ટ્રોક) થી બચવા માટે સતત લીંબુ પાણી કે છાસ જેવા પ્રવાહી પીણાંનું સેવન વધારવાની સલાહ આપવમાં આવી છે. ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.
આ પણ વાંચો:કોણ બન્યું ગુજરાતનો અસલી ‘કિંગ’? વોટ શેરના આંકડામાં ભાજપ-આપ અને કોંગ્રેસની ચોંકાવનારી સ્થિતિ

