રાજસ્થાનના ધોલપુર માં એક મોટો અકસ્માત થયો છે, જેમાં સ્લીપર કોચ બસે એક ટેમ્પોને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં મુસાફરી કરનારા 11 લોકોનું કરૂણ મોત થયું હતું, જેમાં પાંચ બાળકો, ત્રણ છોકરીઓ, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધોલપુર માં અકસ્માતની જાણકારી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોચી સંપૂર્ણ તપાસ શરૂ કરી, અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. જાણવામાં આવ્યું છે કે ટેમ્પો સવાર બારી શહેરના ગુમત મોહલ્લાના રહેવાસીઓનો હતો, જે ભાટ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બરૌલી ગામમાં આવ્યા હતા. આ અકસ્માત NH 11B પર સુનીપુર ગામ નજીક થયો.અફરાતફરી વચ્ચે, રાહદારીઓએ પોલીસને જાણ કરી, અને તે જ સમયે, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને ધોલપુરની જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યાં બેની હાલત નાજુક છે.
આ અકસ્માતમાં ટેમ્પો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, અને રસ્તા પર વાહનોના ટુકડા ફેલાયેલા જોવા મળ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પામાં બેઠેલા કેટલાક લોકો રોડ પર પડી ગયા.પોલીસે બંને વાહનો કબજે લેવાયા હોવાનું જણાવ્યું છે. નાયબ જિલ્લા કલેક્ટર દુર્ગા પ્રસાદ મીણા અને સર્કલ ઓફિસર મહેન્દ્ર કુમાર મીણા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ અકસ્માત બાદ ટ્રાફિકમાં અફરાતફરી સર્જાઈ હતી, પરંતુ પોલીસની કાર્યક્ષમતાથી સ્થિતિ કાબૂમાં આવી ગઈ.
આ પણ વાંચો- રાષ્ટ્રીય મહિલા આયોગના નવા વડા તરીકે વિજયા કિશોર રાહટકરની નિમણૂક