MLA Kirit Patel arrested -પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડના મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટ તરફથી જામીનની વિનંતી પર વિલંબ થતા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા તેમની અટકાયત બાદ ધરપકડ કરી હતી.
MLA Kirit Patel arrested- નોંઘનીય છે કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં બાસ્કેટબોલ ખેલાડીઓએ રાતે દારૂ પાર્ટી આયોજન કર્યું હતું. જયારે હોસ્ટેલના રેક્ટરે ચેકિંગ દરમિયાન દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો, ત્યારે ખેલાડીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે મોટા હોબાળાની સ્થિતિ ઊભી થઈ.આ ઘટનાના વિરોધમાં, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસ-એનએસયુઆઇના આગેવાનો દ્વારા ભૂખ હડતાલ, ધરણાં અને પ્રદર્શન યોજવાનો નિર્ણય લેવાયો. જોકે, આ કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી.
પોલીસે જાહેરનામાનો ભંગ કરી રહેલા 14 આગેવાનોની અટકાયત કરી હતી, પરંતુ કાર્યોને રોકવા અને વિરોધ પ્રદર્શનમાં અડચણ પેદા કરવાનો આ દ્રષ્ટિકોણ ઘણા કાર્યકરોને ગેરલાગી રહ્યો હતો. બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાયું, અને એક કાર્યકરે ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મીને લાફો મારી દીધો. આ વાતે મામલો વધ્યો અને 200 જેટલા લોકોના ટોળા સામે હુમલો કરવા અંગે પોલીસે ગુનો દાખલ કર્યો.
આ પણ વાંચો – હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરતા ગુજરાતના તાપીના ભાઇ-બહેન ડૂબી ગયા!