કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્માને ‘જાડા’ કહેવાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ સચિત દેવજીતે કોંગ્રેસના નેતાને યોગ્ય જવાબ આપ્યો છે. શમાએ તેના X હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જાડો કહ્યો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ન્યૂઝીલેન્ડ સામે 15 રનના વ્યક્તિગત સ્કોર પર રોહિત આઉટ થયા બાદ, શમાએ તેને નિશાન બનાવ્યો. તેમણે કહ્યું, “રોહિત શર્માને વજન ઘટાડવાની જરૂર છે. તે અત્યાર સુધી ભારત માટે સૌથી બિનઅસરકારક ખેલાડી રહ્યો છે.”
હવે આ મામલે, BCCI સચિવ દેવજીત સૈકિયાએ વિશ્વ ચેમ્પિયન કેપ્ટનને ટેકો આપ્યો છે. ૪ માર્ચે જ્યારે ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાની છે ત્યારે તેણે ભારતીય કેપ્ટનનું મનોબળ વધાર્યું છે. આ ટિપ્પણી પછી, રોહિત તેમજ તમામ ભારતીય ક્રિકેટ ચાહકોનું મનોબળ વધશે.
BCCI સેક્રેટરી દેવજીતે કોંગ્રેસના નેતા પર પ્રહાર કર્યા
કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ દ્વારા રોહિત શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ, BCCI સચિવે કહ્યું કે “આપણા કેપ્ટન (ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા) માટે આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રતિક્રિયા એક એવા વ્યક્તિ તરફથી આવી છે જે ખૂબ જ જવાબદાર પદ સંભાળી રહ્યા છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ભારતીય ટીમ ICC ટુર્નામેન્ટ રમી રહી છે અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા માટે તૈયાર છે.”