બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 – ગુજરાત રાજ્યની રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ ખાતે 18 માર્ચ થી 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટીવલમાં ઓપેન એજ ગ્રુપ માટે બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતો યોજવામાં આવશે, જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
વિજેતા ટીમોને દરકોઈ રમતમાં પ્રથમ, બીજું અને ત્રીજું સ્થાન મેળવતી ટીમને અનુક્રમે રૂપિયા 3 લાખ, 2 લાખ અને 1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.આ આકર્ષક ઇવેન્ટ રાજ્યના ખેલાડીઓ માટે એક ઉત્તમ મંચ પુરો પાડશે અને આ પ્રદેશના લોકો માટે પણ એક અનોખું અનુભવ હશે.