અડાલજ હત્યાકાંડ: સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત,3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ

સાયકો કિલર વિપુલ
સાયકો કિલર વિપુલ:  ગાંધીનગર પોલીસ જ્યારે આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ ગઈ, ત્યારે આ સાયકો કિલરે અચાનક આક્રમક વલણ અપનાવ્યું. તેણે પોલીસ પાસેથી બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો અને તારની વાડ કૂદીને ભાગવાની કોશિશ કરી. આ દરમિયાન તેણે બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા. એક પોલીસકર્મીને પગમાં ગોળી વાગી, જ્યારે અન્ય બે દોડાદોડીમાં ઈજાગ્રસ્ત થયા. પોલીસે તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી અને આરોપીને ઠાર માર્યો. ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
સાયકો કિલર વિપુલ: નોંધનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિપુલ પરમાર ભૂતકાળના આઘાતજનક અનુભવો અને માનસિક તાણના કારણે આવા ગંભીર ગુનાઓ તરફ વળ્યો હતો. તેની માનસિક બીમારીએ તેને એક ખતરનાક હત્યારામાં ફેરવી દીધો હતો. આવી ઘટનાઓ સમાજને એક ગંભીર ચેતવણી આપે છે કે આપણી આસપાસ પણ આવા વ્યક્તિઓ હોઈ શકે છે, જેમની માનસિક સ્થિતિ આપણા માટે ખતરો બની શકે છે.
આ ઘટનાએ ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકોમાં એક ભયનો માહોલ છે, અને પોલીસે લોકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવા અપીલ કરી છે. આ ઘટના ન માત્ર ગુનાખોરીનું એક ભયાનક સ્વરૂપ દર્શાવે છે, પરંતુ માનસિક સ્વાસ્થ્યના મુદ્દે પણ સમાજનું ધ્યાન ખેંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *