ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન

Govind Parmar passesaway આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગંભીર બીમારીથી પીડાતા હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લેતા ઉમરેઠ પંથક સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 Govind Parmar passesaway જમીન સાથે જોડાયેલા નેતાની વિદાય

વર્ષ 1943માં જન્મેલા ગોવિંદભાઈ પરમાર એક સાચા અર્થમાં ‘જમીની નેતા’ તરીકે ઓળખાતા હતા. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદભાઈએ પોતાની મહેનત અને લોકો પ્રત્યેની સેવાથી રાજકારણમાં ઉંચું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ હંમેશા કાર્યકરો અને જનતા માટે સુલભ રહ્યા હતા, જેના કારણે તેમને ઉમરેઠમાં જબ્બર જનસમર્થન મળતું હતું. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

 


 

રાજકીય સફર અને ભવ્ય વિજય

ગોવિંદ પરમારની રાજકીય સફર પ્રેરણાદાયી રહી છે. તેઓ સૌપ્રથમ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનીને પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમની કામગીરી અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2022ની ચૂંટણીમાં તેમના પર ફરીથી વિશ્વાસ મૂક્યો હતો.

2022ની ચૂંટણીમાં ગોવિંદભાઈએ ઉમરેઠ બેઠક પર રેકોર્ડબ્રેક દેખાવ કર્યો હતો. તેમણે કુલ 95,639 મતો મેળવીને પોતાના પ્રતિસ્પર્ધીને કારમી હાર આપી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાબિત કરતી હતી કે તેઓ જનતાના હૃદયમાં કેટલું માનભર્યું સ્થાન ધરાવતા હતા.

રાજકિય નેતા આપી રહ્યા છે શ્રદ્વાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓએ ગોવિંદભાઈ પરમારના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. નેતાઓએ જણાવ્યું હતું કે, ગોવિંદભાઈના નિધનથી પાર્ટીએ એક સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકર ગુમાવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહે તેવી શક્યતા છે.

 

અહેલાલ: અઝહર સૈયદ (આણંદ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *