Kuldeep Yadav wedding ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર સ્પિનર અને તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2026 વિજેતા ટીમના સભ્ય રહેલા કુલદીપ યાદવે 14 માર્ચના રોજ પોતાની બાળપણની મિત્ર વંશિકા ચઢ્ઢા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે. મસૂરીની પ્રખ્યાત ‘ધ સેવોય’ (The Savoy) હોટેલમાં આ ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં ક્રિકેટ અને ગ્લેમર જગતનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.
So happy you’ve found your forever love. Cheers to a beautiful life, Lil Bro 🫂❤️🧿 pic.twitter.com/m1awluiq8w
— Yuzvendra Chahal (@yuzi_chahal) March 14, 2026
Kuldeep Yadav wedding ક્રિકેટરોનો જમાવડો અને ડાન્સ:
આ ખાસ પ્રસંગે ટીમ ઇન્ડિયાના ઘણા વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગ્નમાં તિલક વર્મા અને યુઝવેન્દ્ર ચહલે કુલદીપ સાથે મળીને ડાન્સ ફ્લોર પર જબરદસ્ત ધમાલ મચાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દિગ્ગજ ખેલાડીઓની હાજરી
રિન્કુ સિંહ પોતાની થનારી પત્ની પ્રિયા સરોજ સાથે થોડા દિવસ પહેલા જ મસૂરી પહોંચી ગયા હતા. આ ઉપરાંત, સુરેશ રૈના, મોહમ્મદ કૈફ (પરિવાર સાથે), અને ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે પણ હાજરી આપીને બારાતમાં જોરદાર ડાન્સ કર્યો હતો.

લખનૌમાં ભવ્ય રિસેપ્શન:
મસૂરીમાં લગ્ન પૂર્ણ થયા બાદ હવે 17 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં રાજકારણ અને રમતગમતની અનેક મોટી હસ્તીઓ હાજર રહેવાની શક્યતા છે.
લાંબા સમયનો સંબંધ: કુલદીપ અને વંશિકા બાળપણના મિત્રો છે અને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2025માં બંનેની સગાઈ થઈ હતી, પરંતુ કેટલાક કારણોસર લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. હવે લગ્ન બાદ કુલદીપ યાદવ ટૂંક સમયમાં જ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી IPL માં રમવા માટે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો: કાવ્યા મારનની ટીમે પાકિસ્તાની ખેલાડીને 2.34 કરોડમાં ખરીદ્યો

