Ramayana Movie: માતા સીતાના રૂપમાં સાઈ પલ્લવીનો પ્રોમો રિલીઝ, ફેન્સ થયા મંત્રમુગ્ધ

Sai Pallavi Sita Look Ramayana Movie

Sai Pallavi Sita Look Ramayana Movie નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસ હેઠળ આકાર લઈ રહેલી ભવ્ય અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) ને લઈને દર્શકો અને સિનેપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સ પણ ફેન્સના આ ઉત્સાહને સતત જાળવી રાખવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. તાજેતરમાં જ લક્ષ્મણના પાત્રમાં રવિ દુબેનો દમદાર લુક જાહેર કર્યા બાદ, હવે નિર્માતાઓએ માતા સીતાના દિવ્ય રૂપમાં સાઈ પલ્લવીનો પ્રોમો રિલીઝ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર સાઈ પલ્લવીનો આ ખાસ પ્રોમો શેર કર્યો છે, જેમાં તેમની અદ્ભુત સાદગી અને સૌમ્યતા સ્પષ્ટપણે જોવા મળે છે. પ્રોમો શેર કરતા કૅપ્શનમાં લખવામાં આવ્યું છે – ધરતીની પુત્રી, મિથિલાની રાજકુમારી, પ્રેમથી બંધાયેલી અને ધર્મથી પ્રેરિત. સીતાજીના રૂપમાં સાઈ પલ્લવી, પ્રોમો આવી ગયો છે. આગામી ૫ નવેમ્બરથી વિશ્વભરના સિનેમાઘરોમાં, તમામ પ્રીમિયમ ફોર્મેટ્સમાં રામાયણનો દિવ્ય અનુભવ લો.

Sai Pallavi Sita Look Ramayana Movie: સિનેમાઘરોમાં ધમાકો કરવા તૈયાર મેગા પ્રોજેક્ટ

આ ફિલ્મ સાથે જોડાયેલા પ્રી-રિલીઝ બઝ અને એડવાન્સ બુકિંગને લઈને પણ ભારે ચર્ચા ચાલી રહી છે. રિલીઝ પહેલા જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પૌરાણિક કથા પર આધારિત આ ફિલ્મ અત્યાર સુધીના સૌથી મોટા બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મુખ્ય જોડી જોવા મળશે.

અમદાવાદના થલતેજમાં મેગ્નેટ પાર્ક બિલ્ડિંગના બીજા માળે ભીષણ આગ: જીવ બચાવવા બારીમાંથી કૂદેલા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત