સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર શરૂ થઈ AC વિસ્ટાડોમ બસ સેવા, કાચની છત અને ફરતી બેઠકો સહિત મળશે શાહી સુવિધાઓ

Statue of Unity Vistadome Bus

Statue of Unity Vistadome Bus સેવા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવો અનુભવ ઉમેરવા માટે શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા સોમવારથી આધુનિક AC વિસ્ટાડોમ કોચ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં પ્રવાસીઓ વાતાનુકૂલિત કેબિનમાં બેસીને પારદર્શક કાચની છત દ્વારા ખુલ્લા આકાશ અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે.

આ બસનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેમણે વિસ્ટાડોમ બસમાં મુસાફરીનો અનુભવ પણ લીધો હતો. આ પહેલ પરિવહન વિભાગ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી છે.

Statue of Unity Vistadome Bus માં મળશે 23 ખાસ બેઠકો

આ બસોની સૌથી મોટી વિશેષતા તેની ગુંબજ આકારની પારદર્શક કાચની છત છે. દરેક બસમાં માત્ર 23 બેઠકો રાખવામાં આવી છે. તેમાં રિવોલ્વિંગ એટલે કે ચારેય તરફ ફરી શકે તેવી અને પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકાય તેવી રિક્લાઇનિંગ બેઠકો આપવામાં આવી છે.

બસમાં મુસાફરો માટે પ્રીમિયમ LED સ્માર્ટ ટીવી, CCTV કેમેરા, ચા-કોફી બનાવવાનું મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ, ઇમરજન્સી હેમર તથા ટફન ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

બસના બાહ્ય ભાગમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ અને ધોરડોના રણ સહિતનાં ગુજરાતનાં જાણીતાં પ્રવાસન સ્થળોનાં ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે.

એક બસની કિંમત ₹2.19 કરોડ, કુલ પાંચ બસની યોજના

GSRTC અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કુલ પાંચ વિશિષ્ટ બસ તૈયાર કરવામાં આવી છે. એક બસની કિંમત ₹2.19 કરોડ હોવાનું જણાવાયું છે. હાલમાં બે બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની ત્રણ બસ આગામી બે મહિનામાં શરૂ કરવાની યોજના છે.

પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ માર્ગો પર પણ આ પ્રકારની બસ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

પ્રવાસીઓ GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરીને આ સેવાનો લાભ લઈ શકશે. આ સુવિધાથી એકતાનગર આવતા પ્રવાસીઓને મુસાફરીની સાથે કુદરતી દૃશ્યો માણવાનો નવો અનુભવ મળશે.

આણંદમાં HIV સાથે જીવતા બાળકો સાથે સેવાકીય કાર્યક્રમ, મીઠાઈનું વિતરણ