Ali Larijani : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે (Israel Katz) દાવો કર્યો છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા રાતોરાત કરવામાં આવેલા તાબડતોબ હવાઈ હુમલાઓમાં ઈરાનના ટોચના સુરક્ષા વડા અલી લારીજાની (Ali Larijani) માર્યા ગયા છે. જોકે, ઈરાન સરકાર દ્વારા હજુ સુધી તેમના મોત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, જેના કારણે વૈશ્વિક સ્તરે ભારે સસ્પેન્સ સર્જાયું છે.
ઇઝરાયેલે કર્યો દાવો
ઇઝરાયલી સેનાના વડા લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે જણાવ્યું કે તેઓએ તેહરાન, શિરાઝ અને તબરીઝમાં ઈરાનની મિસાઈલ ફેક્ટરીઓ અને કમાન્ડ સેન્ટરો પર સફળ હુમલા કર્યા છે. અલી લારીજાની, જેમને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક માનવામાં આવતા હતા, તેમનું મોત ઈરાન માટે એક અસહ્ય ફટકો સાબિત થઈ શકે છે.

Ali Larijani: કોણ છે અલી લારીજાની?
મહત્વનો હોદ્દો: 67 વર્ષીય અલી લારીજાની ઈરાનની ‘સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ’ ના સેક્રેટરી તરીકે કાર્યરત હતા (તેમણે આ પદ પર 2005-2007 અને 2025-2026 એમ બે વખત સેવા આપી છે).
શિક્ષણ અને બેકગ્રાઉન્ડ: તેઓ મૂળ ઈરાકના નજફમાં જન્મેલા છે અને તેમણે તેહરાન યુનિવર્સિટીમાંથી પશ્ચિમી ફિલોસોફી (Western Philosophy) નો અભ્યાસ કર્યો છે.

રાજકીય સફર: તેઓ લાંબા સમય સુધી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નો મહત્વનો હિસ્સો રહ્યા હતા. એટલું જ નહીં, વર્ષ 2008 થી 2020 સુધી તેઓ ઈરાનની સંસદના સ્પીકર તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.
છેલ્લી ઝલક: લારીજાનીને છેલ્લે 13 માર્ચના રોજ તેહરાનમાં ‘કુદ્સ રેલી’ દરમિયાન જાહેરમાં જોવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ઇઝરાયલી હુમલાઓને દુશ્મનોની ‘હતાશા’ ગણાવ્યા હતા.
આ પણ વાંચો: Joe Kent Resignation : અમેરિકાના NCTC ચીફ જો કૈન્ટે આપ્યું ચોંકાવનારું રાજીનામું

