Shifa Charitable Trust Vadodara: ઉમ્મતના તમામ વર્ગોના જરૂરમંદ પરિવારો માટે હઝરત મુહમ્મદ સ.અ.વ ની સુન્નત અદા કરવા તથા બિનજરૂરી ખર્ચ ટાળવાના ઉમદા હેતુથી શિફા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા આઠમું નિઃશુલ્ક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કેમ્પ આગામી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી અજીમા કોમ્પ્લેક્સ, એસ.એન. રોડ, વાડી, જહાંગીરપુરા, વડોદરા ખાતે યોજાનાર છે.
આ કેમ્પમાં ગોધરાના પ્રખ્યાત નિષ્ણાત ડૉ. અબ્દુલ્લા ખલીફા સાહેબ દ્વારા આધુનિક રિંગ પદ્ધતિથી ખતના કરવામાં આવશે. આ ઉપરાંત, દર્દીઓને દવાઓ પણ તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે અને કેમ્પમાં આવનાર બાળક તથા તેની સાથેના ૨ વાલીઓ માટે જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવી છે.
Shifa Charitable Trust Vadodara: નામ નોંધણી અને વિશેષ સૂચના
આ કેમ્પમાં નામ નોંધણી માટેની તારીખો આગામી ૯, ૧૦ અને ૧૧ નવેમ્બર, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, જેનો સમય બપોરે ૨:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. નામ નોંધણી માટે ઉપરોક્ત સરનામે નીચે મુજબના દસ્તાવેજો સાથે આવવાનું રહેશે:
બાળકના ઓળખ પુરાવા અથવા જન્મના દાખલાની ઝેરોક્ષ
વાલીના ઓળખ પુરાવાની ઝેરોક્ષ
વધુ માહિતી માટે આયોજકોનો સંપર્ક કરવા માટેના નંબરો:
મોહંમદ હુસેન શેખ (જોનીભાઈ): 9327697744
મોહમ્મદ ચાહ્યા: 9227066786
સુલેમાન મેમણ: 70168 07567
અલ્લાહની રઝા માટે આ સેવાકાર્યમાં ખિદમત કરવા ઈચ્છુક ભાઈઓ તથા બહેનો ઉપરોક્ત નંબરો પર સંપર્ક કરી શકે છે. આ આયોજન શિફા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય એકતા દિવસે PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ

