ઈરાનના હુમલામાં USના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને નુકસાન,ઇમરજન્સી લેન્ડિંગ

US F-35 fighter jet

US F-35 fighter jet: મધ્ય પૂર્વમાં યુદ્ધ હવે એક નવો અને વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. પહેલીવાર ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને સીધું નિશાન બનાવ્યું છે. ઈરાની હુમલાનો શિકાર બન્યા બાદ આ ૧૦૦ મિલિયન ડોલરથી વધુ કિંમતના અમેરિકન ફાઈટર જેટે મિડલ ઈસ્ટના એક યુએસ એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.

US F-35 fighter jet : શું છે સમગ્ર ઘટના?

યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે પાંચમી પેઢીનું આ સ્ટેલ્થ જેટ ઈરાન પર એક ‘કોમ્બેટ મિશન’ (લડાયક અભિયાન) પર હતું. આ મિશન દરમિયાન જ તેને અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિશન દરમિયાન આ F-35 જેટ પર ઈરાની દળો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનાથી વિમાનને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે.

પાયલોટ સુરક્ષિત, ઘટનાની તપાસ શરૂ

કેપ્ટન હોકિન્સે સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટતા કરી છે કે વિમાન સુરક્ષિત રીતે જમીન પર ઉતરી ગયું છે અને પાયલોટની હાલત એકદમ સ્થિર છે. હાલ આ સમગ્ર ઘટનાની સઘન તપાસ ચાલી રહી છે. ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા આ યુદ્ધમાં આ પહેલી ઘટના છે જ્યારે ઈરાને સીધી રીતે કોઈ અમેરિકી વિમાનને નિશાન બનાવ્યું હોય. આ હુમલાએ પશ્ચિમી દેશોની ચિંતા વધારી દીધી છે.

અમેરિકાના દાવાઓ વચ્ચે આકરો ઝટકો

આ ઈમરજન્સી લેન્ડિંગ એવા સમયે થયું છે જ્યારે અમેરિકાના ટોચના અધિકારીઓ ઈરાન સામે મોટી સફળતાના દાવા કરી રહ્યા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ગુરુવારે સવારે જ દાવો કર્યો હતો કે અમેરિકા ‘નિર્ણાયક જીત’ હાંસલ કરી રહ્યું છે અને ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને ‘સંપૂર્ણપણે તબાહ’ કરી દેવામાં આવી છે. જોકે, અમેરિકાના સૌથી મોંઘા અને શક્તિશાળી વિમાનોમાંના એક એવા F-35 જેટને થયેલા આ નુકસાને આ દાવાઓ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

 

આ પણ વાંચો: ઈરાનના હુમલાથી ધ્રૂજ્યું રિયાધ, 4 ઘાયલ, કતારના ગેસ પ્લાન્ટમાં બોમ્બમારાથી ભારે નુકસાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *