વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ ભડકો: અંકિતા પરમાર સામે બળવો

Ankita Parmar BJP Ticket Controversy

Ankita Parmar BJP Ticket Controversy :ગુજરાતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Instagram Influencer) તરીકે જાણીતા અને ભાજપના આક્રમક યુવા નેતા અંકિતા પરમાર (Ankita Parmar) ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. વર્ષ 2021 માં જીમ ટ્રેનરથી કારકિર્દી શરૂ કરીને તાલુકા પંચાયતની ચૂંટણી જીતનાર અંકિતા પરમારને ભાજપે વડોદરા જિલ્લાની હાઈ-પ્રોફાઈલ પોર (Por Seat) બેઠક પરથી મેદાનમાં ઉતારતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. આ જાહેરાત બાદ પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

અંકિતા પરમારની રાજકીય સફર (Ankita Parmar Career Timeline)

વડોદરા [Vadodara] જિલ્લાની પોર બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર અંકિતા પરમારની અત્યાર સુધીની સફર ઘણી રોમાંચક રહી છે.

  • વર્ષ 2021 માં વડોદરા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા.

  • સપ્ટેમ્બર 2023 માં તેઓ વડોદરા તાલુકા પંચાયતના ચેરમેન બન્યા.

  • ફેબ્રુઆરી 2026 માં ભાજપ ગુજરાત યુવા મોરચાના (BJP Gujarat Yuva Morcha) ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક પામ્યા.

  • 9 એપ્રિલના રોજ પાર્ટીએ તેમને વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી (District Panchayat Election) માં ઉમેદવાર બનાવ્યા.

દાવેદારોમાં રોષ અને ગંભીર આક્ષેપો (Political Disput in Vadodara BJP)

અંકિતા પરમારને ટિકિટ મળતા જ પોર બેઠક પરથી પ્રબળ દાવેદાર મનાતા નયના પરમાર (Nayana Parmar) એ બળવો પોકાર્યો છે. નયના પરમારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ (Rasik Prajapati) પર પૈસાની લેવડદેવડના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પાર્ટીએ પાયાના અને મહેનતુ કાર્યકરોની અવગણના કરીને માત્ર ‘રીલ લાઈફ’ ના દેખાડાને મહત્વ આપ્યું છે. જોકે, આ બાબતે રસિક પ્રજાપતિ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

બળવો અને અપક્ષ લડવાની જાહેરાત (Rebellion in BJP Gujarat)

નયના પરમારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે તેઓ હવે પોર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર (Independent Candidate) તરીકે ચૂંટણી લડશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ‘રીલ લાઈફ’ અને વાસ્તવિકતામાં ઘણો તફાવત હોય છે જે સમજવામાં હાઈકમાન્ડ થાપ ખાઈ ગયું છે. આ સમગ્ર વિવાદમાં વડોદરાના સાંસદ અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. હેમાંગ જોશી (Dr. Hemang Joshi) ની ભૂમિકા પર પણ સૌની નજર છે, કારણ કે અંકિતા પરમાર તેમની જ ટીમનો હિસ્સો માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *