Bangladesh Hindu Priest Death: બાંગ્લાદેશમાં [Bangladesh] લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં કોક્સ બજાર [Cox’s Bazar] વિસ્તારમાં એક હિંદુ મંદિરના પુજારીના શંકાસ્પદ સંજોગોમાં મોતના સમાચારથી ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગુમ થયાના ત્રણ દિવસ બાદ પુજારીની લાશ પહાડી વિસ્તારમાં એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. સ્થાનિક હિંદુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે નયન સાધુની નિર્મમ હત્યા [Murder] કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા છે.
શંકાસ્પદ અપહરણ અને હત્યા (Bangladesh Hindu Priest Death)
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ [BHBCUC] ના જણાવ્યા મુજબ, 40 વર્ષીય નયન સાધુ [Nayan Sadhu] કોક્સ બજાર સદરના ખુરુશકુલ યુનિયનમાં આવેલા શિવકાલી મંદિરમાં રખેવાળ તરીકે સેવા આપતા હતા. 19 એપ્રિલની સાંજે કેટલાક અજાણ્યા શખ્સો તેમને સાથે લઈ ગયા હતા, ત્યારબાદ તેઓ રહસ્યમય રીતે ગુમ થયા હતા. ત્રણ દિવસની શોધખોળ બાદ પહાડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા લઘુમતીઓમાં ગભરાટ ફેલાયો છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા પર સવાલ (Safety of Minorities in Bangladesh)
બાંગ્લાદેશમાં છેલ્લા બે વર્ષથી, ખાસ કરીને મોહમ્મદ યુનુસની [Muhammad Yunus] વચગાળાની સરકાર દરમિયાન હિંદુઓ અને અન્ય લઘુમતી જૂથો વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ગત વર્ષે દીપુ દાસ [Dipu Das] નામના હિંદુ યુવકની મોબ લિંચિંગ [Mob Lynching] માં થયેલી હત્યાએ વૈશ્વિક સ્તરે ઢાકાની છબી ખરડી હતી. હાલમાં પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ કરાર: ચીનની હરકતો પર રહેશે બાજ નજર

