ભવાનીપુરમાં દીદીનો ગઢ ધ્વસ્ત: મમતા બેનર્જીની સુવેન્દુ અધિકારી સામે કારમી હાર

Bhabanipur Election Results:

Bhabanipur Election Results: પશ્ચિમ બંગાળના રાજકારણમાં (West Bengal Politics) એક મોટો ભૂકંપ સર્જાયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) તેમના સૌથી સુરક્ષિત ગઢ ગણાતા ભવાનીપુર (Bhabanipur Assembly Seat) માં ભાજપના (BJP) દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) સામે હારી ગયા છે. વર્ષ 2021 માં નંદીગ્રામ (Nandigram) માં હારનો સ્વાદ ચાખ્યા બાદ, મમતા બેનર્જી આ વખતે પોતાના જ ગઢમાં 15,000 થી વધુ મતોથી પરાજિત થયા છે.

Bhabanipur Election Results: ‘ઘરની દીકરી’ નો જાદુ ન ચાલ્યો

ટીએમસી (TMC) દ્વારા આ ચૂંટણીમાં “ઘોરેર મેયે” (Ghorer Meye) એટલે કે ‘ઘરની દીકરી’ નું ભાવનાત્મક સૂત્ર આપવામાં આવ્યું હતું. ભવાનીપુર મમતા દીદીનો પોતાનો મતવિસ્તાર છે અને તેમનું કાલીઘાટ (Kalighat) નિવાસસ્થાન પણ અહીં જ આવેલું છે. તેમણે 2011, 2016 અને 2021 ની પેટાચૂંટણીમાં અહીંથી ભવ્ય જીત નોંધાવી હતી. 2021 ની પેટાચૂંટણીમાં તેઓ 58,000 મતોથી જીત્યા હતા. જોકે, આ વખતે 90% થી વધુ ઐતિહાસિક મતદાન (Record Voting) વચ્ચે જનતાએ તેમને નકારી કાઢ્યા છે. અગાઉ 2021 માં અહીં 82% મતદાન નોંધાયું હતું.

આ બંગાળ અને મોદીનો વિજય છે: સુવેન્દુ અધિકારી

બેઠક પર ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મમતા બેનર્જીનો સીધો મુકાબલો વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સાથે હતો. પોતાની આ ઐતિહાસિક જીત બાદ સુવેન્દુ અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ બંગાળના લોકોનો વિજય છે અને આ નરેન્દ્ર મોદીનો (Narendra Modi) વિજય છે.” ભવાનીપુરમાં મમતા બેનર્જીની હાર એ ટીએમસી માટે મુખ્યમંત્રીના અધિકાર અને ગઢના રક્ષણમાં મળેલી મોટી નિષ્ફળતા માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બંગાળમાં ભગવો લહેરાયો: બિહારની એ જ ફોર્મ્યુલા જેણે મમતાના ગઢમાં ગાબડું પાડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *