Rahul Gandhi Defends Mamata Banerjee: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના (West Bengal Assembly Election) પરિણામો બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) અણધારી અને કારમી હાર બાદ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમના બચાવમાં આગળ આવ્યા છે. સોમવારે રાહુલ ગાંધીએ સનસનાટીભર્યો આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ (BJP) ચૂંટણી પંચની (Election Commission) મદદથી પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણીની ચોરી કરી છે. તેમણે મમતા દીદીના એ દાવાને ખુલ્લું સમર્થન આપ્યું કે બંગાળમાં 100 જેટલી બેઠકો ચોરાઈ ગઈ છે.
Rahul Gandhi Defends Mamata Banerjee: ચૂંટણી પંચની મદદથી ભાજપે ચોરી કરી: રાહુલ ગાંધીનો પ્રહાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, “ભાજપે ચૂંટણી પંચની મદદથી આસામ અને બંગાળમાં ચૂંટણી ચોરી કરી હોવાના સ્પષ્ટ કિસ્સાઓ સામે આવ્યા છે. અમે મમતાજી સાથે સંપૂર્ણપણે સંમત છીએ કે બંગાળમાં 100 થી વધુ બેઠકો ચોરાઈ ગઈ છે.” તેમણે વધુમાં દાવો કર્યો કે ભાજપની આ યુક્તિ (BJP Tactics) કોઈ નવી નથી. અગાઉ મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ અને છેલ્લી લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) પણ આવું જ જોવા મળ્યું હતું. તેમણે કટાક્ષ કરતા સરકાર પર પ્રહાર કર્યો કે, “ચૂંટણી ચોરી, સંસ્થા ચોરી – હવે બીજું શું કરવાનું બાકી છે!”
બંગાળમાં કોંગ્રેસનું પ્રદર્શન
જો બંગાળમાં કોંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો, 2021 ની ચૂંટણીમાં ખાતું પણ ન ખોલાવી શકેલી કોંગ્રેસે (Congress) આ 2026 ની ચૂંટણીમાં બે બેઠકો પર વિજય મેળવ્યો છે. સોમવારે જાહેર થયેલા પરિણામો અનુસાર, ફરક્કા (Farakka) અને રાણીનગર (Raninagar) વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, ફરક્કા બેઠક પર કોંગ્રેસના મોતાબ શેખે 63,050 મતો મેળવીને ભાજપના સુનીલ ચૌધરીને 8,193 મતોના માર્જિનથી હરાવ્યા હતા, જ્યારે ટીએમસીના અમીરુલ ઇસ્લામ ત્રીજા ક્રમે રહ્યા હતા. બીજી તરફ, રાણીનગરમાં કોંગ્રેસના ઝુલ્ફીકાર અલીએ 79,423 મતો મેળવીને ટીએમસીના ઉમેદવાર સૌમિક હુસૈનને 2,701 મતોના માર્જિનથી હરાવી જીત નોંધાવી છે. અહીં CPI(M) ના ઉમેદવાર ત્રીજા અને ભાજપ ચોથા સ્થાને રહ્યું હતું.
આ પણ વાંચો: ભવાનીપુરમાં દીદીનો ગઢ ધ્વસ્ત: મમતા બેનર્જીની સુવેન્દુ અધિકારી સામે કારમી હાર

