PSI બની 21 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો ભેજાબાજ ઝડપાયો

Cyber Crime News

Cyber Crime News :  ગુજરાતમાં [Gujarat] સાયબર ક્રાઈમનો [Cyber Crime] એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેટ્રિમોનિયલ સાઇટ્સ [Matrimonial Sites] અને ડેટિંગ એપ્સ પર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર [Police Sub-Inspector] એટલે કે PSI તરીકે ઓળખ આપીને એક-બે નહીં પરંતુ 21 જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી આચરનાર એક ભેજાબાજને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે [Ahmedabad Crime Branch] ઝડપી પાડ્યો છે. આરોપીની રાજસ્થાનના [Rajasthan] ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

Cyber Crime News : AI ના ઉપયોગથી બનાવતો નકલી પ્રોફાઇલ અને દસ્તાવેજો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીનું નામ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ છે અને તે મૂળ અમદાવાદનો રહેવાસી છે. તેણે શાદી.કોમ [Shaadi.com], જીવનસાથી [Jeevansathi], બમ્બલ [Bumble] અને હિન્જ [Hinge] જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર પોતાની નકલી પ્રોફાઇલ [Fake Profile] બનાવી હતી. મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ [Artificial Intelligence] એટલે કે AI ટૂલ્સ અને એડિટિંગ એપ્સનો ઉપયોગ કરીને પોલીસ યુનિફોર્મવાળા નકલી ફોટોઝ બનાવતો હતો. આટલું જ નહીં, તે ડિજિટલ સ્ટેમ્પ અને ડીઝાઈન ટૂલ્સની મદદથી સરકારી ઓળખ કાર્ડ, નિમણૂક પત્રો અને સસ્પેન્શન નોટિસ પણ જાતે જ તૈયાર કરતો હતો. તે પોતે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિંગમાં ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપતો હતો.

 લાખો રૂપિયા પડાવ્યા અને અનેક રાજ્યોમાં ફેલાવી જાળ 

આરોપી સોશિયલ મીડિયા [Social Media] દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરતો અને તેમને ભાવનાત્મક રીતે પોતાની જાળમાં ફસાવતો હતો. સંબંધ બંધાયા બાદ તે કાનૂની મુશ્કેલીઓ, ફરજ પરથી સસ્પેન્શન અથવા ઇન્કમટેક્સની [Income Tax] દરોડાની નોટિસ અને બેંક એકાઉન્ટ ફ્રીઝ [Bank Account Freeze] થયાના બહાના કાઢીને મહિલાઓ પાસેથી મોટી રકમ પડાવતો હતો. તેણે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર [Maharashtra], મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મહિલાઓ સાથે પણ છેતરપિંડી કરી છે. અમદાવાદના નરોડા અને નવરંગપુરા વિસ્તારની મહિલાઓએ પોલીસ ફરિયાદ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રના નાલાસોપારામાં પણ આરોપી સામે ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો ફિટનેસ મંત્ર, આયુષ્માન ખુરાના પણ જોડાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *