કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો ફિટનેસ મંત્ર, આયુષ્માન ખુરાના પણ જોડાયા

Sunday on Cycles Ahmedabad

Sunday on Cycles Ahmedabad : કોમનવેલ્થ ડે [Commonwealth Day] ના વિશેષ અવસરે આજે અમદાવાદના આઈકોનિક સાબરમતી રિવરફ્રન્ટ [Sabarmati Riverfront] ખાતે ‘ફિટ ઇન્ડિયા’ [Fit India] અભિયાન અંતર્ગત ‘સન્ડે ઓન સાયકલ્સ’ [Sunday on Cycles] ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા [Mansukhbhai Mandaviya] અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી [DyCM Harsh Sanghavi] વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના [Ayushmann Khurrana] રહ્યા હતા, જેઓ પણ યુવાનો સાથે સાયકલિંગમાં જોડાયા હતા અને ફિટનેસનો સંદેશ આપ્યો હતો.

Sunday on Cycles Ahmedabad : સાયકલિંગથી ઇંધણ બચત અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન 

રિવરફ્રન્ટ ખાતે હજારોની સંખ્યામાં એકત્ર થયેલા યુવાનો અને નાગરિકોને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ફિટનેસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “સાયકલિંગ એ માત્ર શારીરિક ફિટનેસનો મંત્ર નથી, પરંતુ તે વધતા પ્રદૂષણનું એકમાત્ર સમાધાન [Pollution Solution] પણ છે. જો નાગરિકો રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરે, તો મોટા પ્રમાણમાં ઇંધણની બચત થઈ શકે છે. આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના [PM Narendra Modi] આત્મનિર્ભર ભારત [Atmanirbhar Bharat] અને વિકસિત ભારતના [Viksit Bharat] સ્વપ્નને સાકાર કરવામાં મોટી મદદ મળશે.”

હર્ષ સંઘવીની ગુજરાતીઓને કરી ટકોર 

કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાની આગવી શૈલીમાં યુવાનોને સંબોધતા એક મીઠી ટકોર પણ કરી હતી. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, “આપણા ગુજરાતીઓ રાત્રે મોડે સુધી જાગી જાણે છે, પરંતુ સવારે વહેલા ઊઠવામાં થોડી આળસ કરે છે. પરંતુ વિકસિત ભારત માટે દેશવાસીઓનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે, તેથી હવે આપણે આળસ છોડીને સવારે વહેલા ઊઠીને ફિટ રહેવું જ પડશે.” આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરીને પોતાના કામના સ્થળે પણ સાયકલ લઈને જવાની અપીલ કરવાનો હતો.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો: દિગ્ગજ નેતા સામંત ગઢવીએ આપ્યું રાજીનામું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *