​ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટમાં મોટી જીત: બિહારમાં SIR પ્રક્રિયાને પડકારતી તમામ અરજીઓ ફગાવી દેવાઈ

Supreme Court Verdict on Bihar SIR દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટ [Supreme Court] દ્વારા ભારતીય ચૂંટણી પંચની [Election Commission of India] તરફેણમાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. બિહારમાં [Bihar] ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ [Special Intensive Revision] એટલે કે SIR પ્રક્રિયાને પડકારતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SIR કરાવવો એ ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર છે અને તેનાથી જનપ્રતિનિધિત્વ અધિનિયમનું [Representation of the People Act] કોઈપણ પ્રકારે ઉલ્લંઘન થતું નથી.

Supreme Court Verdict on Bihar SIR સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે મતદાર યાદીની શુદ્ધતા જરૂરી

ચીફ જસ્ટિસ [Chief Justice] સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદો આપતા નોંધ્યું હતું કે, ચૂંટણી પંચે બિહારમાં SIR કરાવીને મતદાર યાદીની [Voter List] શુદ્ધતા સુનિશ્ચિત કરી છે, જે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે અત્યંત આવશ્યક છે. અદાલતે કહ્યું કે, માત્ર મતદાનની પ્રક્રિયા પૂરતી નથી, પરંતુ મતદાર યાદીની વિશ્વસનીયતા અને સચોટતા એ લોકતાંત્રિક પ્રક્રિયાનો [Democratic Process] પાયો છે. અરજદારો દ્વારા દાવો કરાયો હતો કે પંચ પાસે આટલા મોટા પાયે SIR કરાવવાની સત્તા નથી, જેને કોર્ટે સીરેથી નકારી કાઢી છે.

ADR સહિતની સંસ્થાઓએ ઉઠાવ્યા હતા સમયસીમા પર સવાલ [ADR Petition Dismissed]

આ મામલે પ્રખ્યાત NGO ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ [Association for Democratic Reforms] એટલે કે ADR સહિત અન્ય કેટલાક અરજદારોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ADR તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે [Prashant Bhushan] આ પ્રક્રિયાની સમયસીમા અને જે 65 લાખ મતદારોના નામ ‘મૃત’ અથવા ‘પ્રવાસી’ ગણીને યાદીમાંથી હટાવવામાં આવ્યા હતા, તેના આંકડાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક અરજદારોએ તો આ પ્રક્રિયાને NRC સાથે પણ સરખાવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તમામ દલીલોને ફગાવીને ચૂંટણી પંચના નિર્ણયને યોગ્ય ઠેરવ્યોછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *