અમદાવાદમાં મકાન ખરીદવું થશે મોંઘું, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં 10% નો વધારો

Ahmedabad Real Estate Price Hike

Ahmedabad Real Estate Price Hike : અમદાવાદ શહેરમાં પોતાનું ઘર અથવા પ્રોપર્ટી ખરીદવાનું સપનું જોઈ રહેલા પરિવારો માટે એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં શહેરમાં રહેણાંક કે કોમર્શિયલ મિલકત ખરીદવી વધુ મોંઘી બનશે. સત્તાવાર અહેવાલ અનુસાર, બિલ્ડરોની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઈ અમદાવાદ (CREDAI Ahmedabad) ની મહત્વપૂર્ણ બેઠક બાદ આગામી ૧ જુલાઈ ૨૦૨૬ થી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવોમાં ૧૦ ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Real Estate Price Hike : નવા અને ચાલુ બાંધકામ પ્રોજેક્ટ્સમાં આ રીતે વધશે ભાવો 

અહેવાલ અનુસાર, ક્રેડાઈના આશરે ૪૦૦ જેટલા ડેવલપર્સ અને બિલ્ડર સભ્યોની મળેલી મહાસભામાં સર્વાનુમતે આ ભાવવધારો મંજૂર કરવામાં આવ્યો છે. બિલ્ડર એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગ્રાહકો પર એકસાથે વધુ બોજ ન પડે તે માટે પ્રોજેક્ટ્સના અલગ-અલગ સ્ટેજ (બાંધકામના તબક્કા) પ્રમાણે કિંમતો વધારવામાં આવશે:

  • નવા બાંધકામ પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સ તાજેતરમાં જ શરૂ થયા છે અથવા પ્રાથમિક તબક્કામાં છે, તેમાં સીધો ૧૦ ટકા સુધીનો ભાવવધારો અમલી બનશે.

  • ચાલુ (Under-Construction) પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સનું બાંધકામ ચાલુ છે અને પૂર્ણ થવાના આરે છે, તેમાં બાંધકામના સ્ટેજ મુજબ અંદાજે ૫ ટકા સુધીનો ભાવવધારો લાગુ કરવામાં આવશે.

જો કે, ગ્રાહકોને થોડી રાહત આપતા ક્રેડાઈએ સ્પષ્ટ કર્યું છે કે આગામી ૩૦ જૂન સુધી જૂના ભાવો જ યથાવત રહેશે, જેથી ઘર ખરીદવા ઈચ્છતા લોકો પાસે આ મહિનાના અંત સુધી જૂના દરો પર બુકિંગ કરાવવાની ઉત્તમ તક છે.

વૈશ્વિક પરિસ્થિતિઓ અને મોંઘા રો-મટીરિયલે બિલ્ડરોને કર્યા મજબૂર 

અહેવાલ અનુસાર, ક્રેડાઈ અમદાવાદના પદાધિકારીઓએ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ સમજાવતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયા (West Asia Conflict) માં ચાલી રહેલી વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ વૈશ્વિક સંકટના લીધે બાંધકામ માટે વપરાતા મુખ્ય કાચા માલ (Raw Material) જેવો કે સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ, પીવીસી પાઇપ્સ, રેડી-મિક્સ કોંક્રીટ અને કલર-પેઇન્ટ્સની કિંમતોમાં ૩૦% થી લઈને ૮૦% સુધીનો તોતિંગ વધારો નોંધાયો છે. ઇંધણના વધતા ભાવો અને મોંઘા ટ્રાન્સપોર્ટેશનના કારણે બાંધકામ ખર્ચ ખૂબ વધી ગયો હોવાથી હવે ભાવો વધારવા બિલ્ડરો માટે અનિવાર્ય બન્યા છે.

સરકાર પાસે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની અને ગુજરેરા પાસે મુદત વધારવાની માંગ

અહેવાલ અનુસાર, રિયલ એસ્ટેટ ક્ષેત્રને આર્થિક કટોકટીમાંથી બચાવવા અને ગ્રાહકો પરનો આર્થિક બોજ ઓછો કરવા માટે ક્રેડાઈ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) માં ઘટાડો કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, કાચા માલની અનિશ્ચિતતા અને અછતને જોતા બિલ્ડરોએ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવા માટે ગુજરેરા (GujRERA) પાસે પ્રોજેક્ટ કમ્પ્લીશનની ડેડલાઇનમાં ૬ મહિનાની મુદત વધારવા માટે પણ માંગણી કરી છે.

આ પણ વાંચો ;  અંબાલાલ પટેલની મોટી આગાહી, ‘અલ નીનો’ ની અસર વચ્ચે આ તારીખથી જામશે તોફાની વરસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *