અયોધ્યા રામ મંદિરમાં આર્થિક ગેરરીતિ રોકવા નવો પ્લાન, સ્વતંત્ર CEO માટે પ્રસ્તાવ મૂકાયો!

RamMandirDonation

RamMandirDonation : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને વ્યવસ્થાપન વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદરથી એક ખૂબ જ મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનમાં ચોરી અને આર્થિક ગેરરીતિઓના ગંભીર આક્ષેપો ઉઠ્યા બાદ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા (Nripendra Misra) એ મોટો વળાંક લીધો છે. તેમણે ટ્રસ્ટના વહીવટને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે એક સ્વતંત્ર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

RamMandirDonation : ભક્તોની આસ્થા સર્વોપરી, દાનની ચોરી સાંખી લેવામાં નહીં આવે 

અહેવાલ અનુસાર, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારી નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રામ ભક્તોનો વિશ્વાસ અને તેમની આસ્થા સર્વોપરી છે. તાજેતરમાં જ ટ્રસ્ટના બેંક ખાતાઓ અને દાનપેટીઓમાંથી કથિત રીતે દાનની રકમની ચોરી કે ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા હતા, જેનાથી ટ્રસ્ટની છબી પર સવાલો ઉભા થયા છે. આ પરિસ્થિતિને ડામવા માટે નૃપેન્દ્ર મિશ્રાએ કેન્દ્ર સરકાર અને ટ્રસ્ટ સમક્ષ ભલામણ કરી છે કે મંદિરના આખા વહીવટી અને નાણાકીય માળખાને સંભાળવા માટે કોઈ અનુભવી આઈએએસ કક્ષાના અધિકારીને સ્વતંત્ર ‘CEO’ તરીકે નિયુક્ત કરવામાં આવે, જે કોઈપણ દબાણ વિના કામ કરી શકે.

વહીવટી માળખામાં ફેરફાર અને નવી વ્યવસ્થા ઊભી કરવાનો પડકાર 

અહેવાલ અનુસાર, હાલમાં રામ મંદિર ટ્રસ્ટનો તમામ મુખ્ય વહીવટ જનરલ સેક્રેટરી ચંપત રાય અને અન્ય સભ્યો દ્વારા સંભાળવામાં આવે છે. જો કે, જે રીતે રોજેરોજ લાખો ભક્તો અયોધ્યા આવી રહ્યા છે અને કરોડો રૂપિયાનું દાન ઓનલાઇન તેમજ ઓફલાઇન આવી રહ્યું છે, તેને જોતા આધુનિક કોર્પોરેટ શૈલીનું મેનેજમેન્ટ અનિવાર્ય બન્યું છે. નૃપેન્દ્ર મિશ્રાના પ્રસ્તાવ મુજબ, જો સ્વતંત્ર સીઈઓ અને મજબૂત ઓડિટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવે, તો ભવિષ્યમાં આવા આર્થિક ભ્રષ્ટાચારના આક્ષેપોથી બચી શકાશે. આ પ્રસ્તાવ પર આગામી દિવસોમાં યોજાનારી ટ્રસ્ટની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી મહોર વાગે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો: US પેસિફિક કમાન્ડ વિવાદ: અમેરિકાએ સૈન્ય કમાન્ડનું નામ બદલ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *