મહાનગરોથી નાના શહેરો સુધી વકર્યો ‘વાઈફ સ્વેપિંગ’નો ટ્રેન્ડ! જાણો શું કહે છે નિષ્ણાતો!

Wife Swapping Trend :

Wife Swapping Trend : બદલાતા સમય અને તેજ રફતાર જિંદગીની વચ્ચે આધુનિક ભારતીય સમાજમાં સંબંધોને લઈને કેટલાક અત્યંત આંચકાજનક વલણો સામે આવી રહ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, દેશના મહાનગરોથી લઈને હવે નાના શહેરો સુધીની હાઈ સોસાયટી અને મિડલ ક્લાસમાં ‘વાઈફ સ્વેપિંગ’ (Wife Swapping) એટલે કે પરસ્પર પત્નીઓની અદલાબદલીનું ચલણ જોવા મળી રહ્યું છે. રિલેશનશિપ સંલગ્ન મામલાઓનું કાઉન્સિલિંગ કરનારા જાણીતા ડોક્ટર અને સાયકોલોજિસ્ટના જણાવ્યાં મુજબ, આ પ્રવૃત્તિ આપણી શહેરી કામકાજી લાઈફસ્ટાઈલનું એક એવું કડવું સત્ય બની ચૂકી છે, જેનો હવે ઈન્કાર કરી શકાય તેમ નથી.

Wife Swapping Trend : મેટ્રો શહેરોમાં 27% કપલ્સ સામેલ હોવાનું અનુમાન 

અહેવાલ અનુસાર, આ મામલે કરાયેલા એક આંકડાકીય સર્વેમાં ચોંકાવનારો દાવો કરાયો છે કે ભારતના મેટ્રો શહેરોના આશરે 27% કપલ્સ કોઈને કોઈ રીતે આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ છે. એક્સપર્ટના મતે આમાં સામાન્ય રીતે બે પ્રકારના કિસ્સાઓ હોય છે. પ્રથમ કેટેગરીમાં બંને પાર્ટનરની પરસ્પર મંજૂરી હોય છે, જ્યારે બીજી કેટેગરીમાં કોઈ એક પાર્ટનર તૈયાર ન હોવા છતાં તેના પર માનસિક કે શારીરિક દબાણ સર્જવામાં આવે છે. અહેવાલ અનુસાર, થોડા સમય પહેલાં બીકાનેરમાં આવો જ એક કિસ્સો બન્યો હતો જ્યાં પત્ની તૈયાર ન થતાં પતિએ તેની સાથે મારપીટ કરી હતી. આશરે એક દાયકા પહેલાં એક જૂનિયર ઓફિસરની પત્નીએ પણ પોતાના પતિ અને યુનિટના અન્ય ઓફિસરો પર વાઈફ સ્વેપિંગમાં સામેલ હોવાના ગંભીર આરોપો લગાવીને દેશભરમાં સનસનાટી મચાવી દીધી હતી.

હાઈસ્પીડ ઈન્ટરનેટ અને ‘એક્સ ફેક્ટર’ની આંધળી દોટ [Relationship Expert View on High Speed Internet]

અહેવાલ અનુસાર, આજના હાઈસ્પીડ ઈન્ટરનેટના યુગે સમાજની વિચારસરણી અને દિશા બદલી નાખી છે. લોકો બહુ જલદી બધું જ મેળવી લેવા માંગે છે. હાઈ સોસાયટી હોય કે મિડલ ક્લાસ, બધા પોતપોતાની જિંદગીમાં એક ‘એક્સ ફેક્ટર’ (X-Factor) શોધી રહ્યા છે. આ પ્રક્રિયા હેઠળ પતિ અને પત્ની પરસ્પર સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી કરવા માટે પાર્ટનર બદલે છે. કેટલાક પરણિત કપલ્સ તો સમય જતાં આના આદી બની જાય છે. પરસ્પર સંમતિ હોવાને કારણે તેઓ માને છે કે આમાં કોઈ બેવફાઈ નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક બંધનો માટે આ ટ્રેન્ડ અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે.

જાણો ક્યાંથી થઈ શરૂઆત અને શું કહે છે ભારતનો કાયદો? 

આ ટ્રેન્ડના ઈતિહાસ અંગે એવું કહેવાય છે કે સેકન્ડ વર્લ્ડ વોર (બીજા વિશ્વયુદ્ધ) ના સમયે અમેરિકન ફાઈટર પાઈલટો દરરોજ મોરચે જતા હતા. જીવનું જોખમ હોવાથી પાઈલટોએ એક રાતની ‘ચેન પાર્ટી’ રાખી હતી, જેમાં પોતાની કારની ચાવીઓ એક બોક્સમાં મૂકવામાં આવતી હતી. જે પાઈલટના હાથમાં બીજાની ચાવી આવે, તેણે તે રાત તેની પત્ની સાથે વિતાવવાની રહેતી હતી. અહીંથી જ આ પ્રથાનો પાયો પડ્યો હોવાનું મનાય છે.

કાનૂની દૃષ્ટિકોણથી જોઈએ તો, વાઈફ સ્વેપિંગ દુનિયાના કોઈ પણ દેશમાં સત્તાવાર રીતે કાયદેસર નથી. જો કે, આ માટે કોઈ ખાસ સ્પેશિયલ કાયદો પણ નથી. જો બંને પાર્ટનરની સહમતિ હોય તો તે પરસ્પર કન્સેન્ટનો મામલો બને છે અને ત્રીજો પક્ષ પીડિત ન હોય ત્યાં સુધી પોલીસ કેસ થતો નથી. પરંતુ, કોઈ પણ પરણિત મહિલા કે પુરુષ દ્વારા એકથી વધુ વ્યક્તિઓ સાથે સંબંધ બાંધવો એ કાનૂની ગુનો બને છે. જો કોઈ પાર્ટનર દબાણ કે શારીરિક સતામણીની ફરિયાદ કરે અને દોષિત સાબિત થાય, તો ભારતીય કાયદાની વિવિધ કડક કલમો (જેવી કે કલમ 323, 328, 376, 506) હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવાની કડક જોગવાઈ છે.

આ પણ વાંચો: સુરતમાં હચમચાવી દેનાર કિસ્સો: પરિણીત મહિલાનું ‘કપલ સ્વેપિંગ’ રેકેટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *