Agniveer Reservation ગુજરાત સરકાર દ્વારા દેશની રક્ષા કાજે સેવા આપી ચૂકેલા અગ્નિવીરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગોમાં વર્ગ-3 (Class-3) સંવર્ગની સીધી ભરતીમાં 20% અનામત આપવાનો કલ્યાણકારી નિર્ણય કર્યો છે.
એટલુ જ નહીં, આવી ભરતી પ્રક્રિયા માટેની શારીરિક ક્ષમતા કસોટી (Physical Test) માંથી પૂર્વ અગ્નિવીરોને સંપૂર્ણ મુક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની મોટી છૂટ આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. આ સાથે અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ સુધીની વિશેષ મુક્તિ આપવાના પણ મુખ્યમંત્રીએ મહત્વના દિશાનિર્દેશો જાહેર કર્યા છે.
Agniveer Reservation ભરતી પ્રક્રિયામાં અગ્નિવીરોને મળનારા સીધા અને મોટા ફાયદા:
-
20% ક્વોટા (મોટી તક): એસ.આર.પી. (SRP), જેલ સિપાઈ અને વનરક્ષક જેવી રાજ્યની સૌથી લોકપ્રિય સરકારી ભરતીઓમાં 20% બેઠકો માત્ર પૂર્વ અગ્નિવીરો માટે જ અનામત રહેશે. સામાન્ય ઉમેદવારો કરતાં તેમનું મેરિટ કટ-ઓફ ઘણું નીચું રહેશે, જેથી તેમના માટે સરકારી નોકરી મેળવવી ખૂબ સરળ બનશે.
-
શારીરિક કસોટી (Physical Test) માંથી મુક્તિ: આ નિર્ણય ઉમેદવારો માટે સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. અગ્નિવીરો ઓલરેડી ભારતીય સેનાની કડક અને ઉચ્ચ સ્તરીય શારીરિક ટ્રેનિંગ પાસ કરીને આવ્યા હોવાથી, તેમને હવે ગુજરાત પોલીસ કે વનની દોડ તેમજ અન્ય શારીરિક કસોટીઓ આપવી નહીં પડે. તેઓ સીધા લેખિત પરીક્ષાના મેરિટના આધારે જ સિલેક્ટ થઈ શકશે.
-
ઉંમરમાં મોટી છૂટછાટ: સામાન્ય રીતે યુવાનોને 22-25 વર્ષની ઉંમરે પહોંચતા જ સરકારી નોકરીની વયમર્યાદા નડતી હોય છે, પણ અગ્નિવીરોને ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ અને પ્રથમ બેચના સભ્યોને 5 વર્ષની બમ્પર છૂટ મળવાના કારણે તેઓ ખૂબ જ આરામથી પરીક્ષા આપી શકશે.
અગ્નિવીરોને રાજ્ય સરકારના કયા-કયા વિવિધ વિભાગોમાં લાભ મળશે?
અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ પ્રશંસનીય નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર (Armed PSI) અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી. (SRP) ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ તમામ અનામતના લાભો કાયદેસર રીતે અપાશે.
આર્થિક અને સામાજિક સુરક્ષા (Financial & Social Security):
-
સેવા નિધિ પેકેજ + સ્ટેટ સેલરી: સેનામાંથી મુક્ત થતી વખતે અગ્નિવીરોને આશરે ₹12 લાખનું ‘સેવા નિધિ’ પેકેજ (જે સંપૂર્ણ ટેક્સ ફ્રી છે) મળશે. આ ફંડ સુરક્ષિત રાખીને તેઓ ગુજરાત સરકારની વર્ગ-3 ની ફિક્સ પે અને ત્યારબાદ ફૂલ પે નોકરીનો નિયમિત માસિક પગાર મેળવી શકશે.
-
પેન્શન અને કાયમી જોબની સિક્યોરિટી: 4 વર્ષની કરાર આધારિત સેનાની નોકરી બાદ, ગુજરાત સરકારમાં જોડાવાથી તેઓ 58/60 વર્ષની ઉંમર સુધીની કાયમી સરકારી નોકરી અને સ્ટેટ ગવર્મેન્ટના નિયમો મુજબના તમામ નિવૃત્તિ લાભો તથા પેન્શનના હકદાર બનશે.
-
શિસ્તબદ્ધ ફોર્સનો લાભ: ગુજરાત પોલીસ (SRP) અને વન વિભાગને પહેલેથી જ વેપન હેન્ડલિંગ, શિસ્ત (Discipline) અને મેપ રીડિંગમાં એકદમ ટ્રેન્ડ થયેલા યુવાનો મળશે, જેનાથી રાજ્યના લો એન્ડ ઓર્ડર અને ફોરેસ્ટ સિક્યોરિટીનું સ્તર વધુ મજબૂત અને કડક બનશે.
અગ્નિપથ યોજનાને 4 વર્ષ પૂરા થઈ રહ્યા હોવાથી, પ્રથમ બેચના અગ્નિવીરો જ્યારે તેમની 4 વર્ષની રાષ્ટ્રસેવા પૂરી કરીને (25% કાયમી થયા બાદ બાકીના 75%) બહાર આવશે, ત્યારે ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોનો (Ex-Agniveers) એક ખૂબ જ મોટો અને સક્ષમ પૂલ તૈયાર હશે, જેમને આ 20% અનામત અને સરકારી છૂટછાટોનો સીધો ફાયદો મળશે.
આ પણ વાંચો: SBI PO Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 1500 PO ની ભરતીની મોટી જાહેરાત

