UPI Fraud Rules: બેંકમાંથી અચાનક પૈસા ઉપડી ગયા? ગભરાશો નહીં, RBI નો આ નિયમ બચાવશે તમારા રૂપિયા

AI IMAGE

UPI Fraud Rules: ડિજિટલ પેમેન્ટના (Digital Payment) વધતા ઉપયોગ વચ્ચે ઓનલાઈન ફ્રોડના (Online Fraud) કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જો તમારા બેંક ખાતામાંથી UPI કે અન્ય કોઈ રીતે અજાણ્યા ટ્રાન્ઝેક્શન (Unauthorized Transaction) દ્વારા પૈસા ઉપડી જાય, તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI Guidelines) નિયમો તમને મોટી રાહત આપી શકે છે અને તમારા પૈસા પરત આવી શકે છે.

UPI Fraud Rules: 3 દિવસનો ગોલ્ડન રૂલ 

RBI ના નિયમ મુજબ, જો છેતરપિંડી થયાના 3 દિવસની અંદર તમે તમારી બેંકને જાણ કરી દો છો, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય (Zero Liability) ગણાય છે. આ સ્થિતિમાં તમારી કોઈ ભૂલ ન હોય તો બેંકે તમને 10 કામકાજના દિવસમાં પૂરેપૂરી રકમ પરત (Refund Process) આપવી પડે છે.

₹25,000 સુધીનું રિફંડ (Limited Liability Rule)

જો તમે 3 દિવસમાં ફરિયાદ કરવાનું ચૂકી જાઓ છો, પરંતુ 4 થી 7 દિવસની અંદર બેંકને જાણ કરો છો, તો તમને લિમિટેડ લાયબિલિટી (Limited Liability) હેઠળ રક્ષણ મળે છે. આ અંતર્ગત તમારા એકાઉન્ટના પ્રકાર મુજબ (જેમ કે બેઝિક સેવિંગ્સ કે કરંટ) તમને મહત્તમ ₹25,000 સુધીનું નુકસાન પરત મળી શકે છે. જો કે, જો તમે તમારો OTP કે પિન કોઈની સાથે શેર કર્યો હશે, તો બેંક જવાબદાર ગણાશે નહીં.

ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? (Cyber Crime Reporting)

પૈસા કપાવાનો મેસેજ આવતા જ તરત નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (Cyber Helpline) નંબર 1930 પર કૉલ કરો. આ ઉપરાંત, તમે ભારત સરકારના પોર્ટલ cybercrime.gov.in પર પણ ઓનલાઈન ફરિયાદ (Online Complaint) નોંધાવી શકો છો. સાથે જ, તમારી બેંકના સત્તાવાર કસ્ટમર કેરમાં પણ તાત્કાલિક રિપોર્ટ કરવો અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મકાન ખરીદવું થશે મોંઘું, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં 10% નો વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *