BREAKING NEWS: મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત? કસ્ટોડિયલ ડેથના ગંભીર આક્ષેપથી ખળભળાટ

Mahemdavad News

Mahemdavad News ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ મથકમાં (Mahemdavad Police Station) કસ્ટોડિયલ ડેથનો અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં 50 વર્ષીય ગોવિંદભાઈ ચૌહાણનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે.મૃતકના પરિવારે પોલીસ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Mahemdavad News પરિવારે લગાવ્યા કસ્ટોડિયલ ડેથના ગંભીર આક્ષેપ 

સૂત્રોના જણાવ્યા અનુસાર  મહેમદાવાદ પોલીસની કસ્ટડીમાં રહેલા એક આધેડ ગોવિદભાઇ ચૌહાણનું અચાનક નિધન થયું છે. આ ઘટના બાદ પરિવારજનોએ મહેમદાવાદ પોલીસ પર કસ્ટોડિયલ ડેથના (Custodial Death) ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે આ સામાન્ય મોત નથી, પરંતુ પોલીસની કસ્ટડીમાં થયેલી બેદરકારી અથવા ટોર્ચરનું પરિણામ હોઈ શકે છે. એવા ગંભીર આરોપ પરિવારે લગાવ્યા છે.

નોંધનીય છે કે મહેમદાવાદ પોલીસની ટીમ દ્વારા બપોરના સમયે તાલુકાના સૂંઢા વણસોલ ગામે (Sundha Vansol Village) જુગાર રમતા ઈસમોને પકડવા માટે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ જુગારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  પોલીસ સ્ટેશન બહાર ભારેલો અગ્નિ (Tension at Police Station)

કથિત કસ્ટોડિયલ ડેથની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો મહેમદાવાદ પોલીસ મથકની બહાર ઉમટી પડ્યા હતા. લોકોના ભારે હોબાળા અને આક્રોશને પગલે ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો (Kheda Police Officers) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પરિવારે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની ઉગ્ર માંગણી કરી છે.

આ આરોપ સામે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે જામીન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, પોલીસના કાયદાકીય નિયમ મુજબ ગોવિંદભાઈને ફિંગરપ્રિન્ટ (Fingerprint Process) લેવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા. રૂમ તરફ જતા સમયે જ અચાનક તેમને ગંભીર ચક્કર આવ્યા હતા અને તેઓ પોલીસ સ્ટેશનમાં જ જમીન પર ઢળી પડ્યા હતા.

આ પણ વાંચો: વરસોલા ગામે ભવ્ય કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ પ્રવેશોત્સવ 2026 યોજાયો,મંત્રી સંજયસિંહ મહિડા અને MLA અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *