મહેમદાવાદ: સર્વોદય કો. ઓપ. સોસાયટી દ્વારા રજત જયંતી મહોત્સવ નિમિત્તે સભાસદોને અપાશે ભેટ

સર્વોદય સોસાયટી મહેમદાવાદ

સર્વોદય સોસાયટી મહેમદાવાદ :  મહેમદાવાદની પ્રતિષ્ઠિત ‘ધી સર્વોદય કો. ઓપ. ક્રેડિટ એન્ડ કન્ઝુમર્સ સોસાયટી લિમિટેડ’ દ્વારા સંસ્થાના ૩૩ વર્ષના સફળ અને ગૌરવપૂર્ણ પ્રવાસના ઉપલક્ષમાં એક અત્યંત આનંદદાયક જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના રજત જયંતી મહોત્સવના ફંડમાંથી સભાસદોને વિશેષ ભેટ આપવાનો સોસાયટીએ નિર્ણય લીધો છે.

સર્વોદય સોસાયટી મહેમદાવાદ : રજત જયંતી ફંડનો સુયોગ્ય ઉપયોગ

સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સોસાયટીએ જ્યારે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા ત્યારે ‘રજત જયંતી મહોત્સવ’ માટે ખાસ ફંડની જોગવાઈ કરવામાં આવી હતી. આ ફંડની રકમનું મૂલ્યાંકન કરતા, સંસ્થાના સભાસદોને એક ભેટ સ્વરૂપે આ રકમનું વિતરણ કરવાનો સંસ્થાએ સંકલ્પ કર્યો છે.

સોસાયટીના મેનેજર રફીકભાઇ મન્સુરી દ્વારા આ અંગે એક ખાસ ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે, “આ ભેટ સંસ્થાના ચાલુ વર્ષના નફામાંથી આપવામાં આવતી નથી, પરંતુ રજત જયંતી મહોત્સવ માટે અગાઉથી અનામત રાખેલા ફંડમાંથી આપવામાં આવી રહી છે. સભાસદોને આ બાબતે કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય તે માટે આ સ્પષ્ટતા કરવામાં આવે છે.”

ભેટ મેળવવા માટેની જરૂરી વિગતો:

સભાસદોએ ભેટ મેળવવા માટે નીચેની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે:

  • તારીખ: ૦૧ જુલાઈ, ૨૦૨૬

  • સમય: સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી

  • સ્થળ: ખાત્રજ દરવાજા અંદર, વહોરવાડ, મહેમદાવાદ.

  • નોંધ: સભાસદોએ ભેટ મેળવવા માટે પોતાનું સભાસદ સર્ટી અથવા સભાસદ નંબર અવશ્ય સાથે રાખવાનો રહેશે.

સોસાયટીના આ રજત જયંતી વર્ષના ઉત્સવમાં સહભાગી થવા અને ભેટ સ્વીકારવા તમામ સભાસદોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  ડભોઈમાં મેઘમહેર: ચોમાસાના પ્રથમ વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીની લાગણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *