BSNL ભરતી 2026: જુનિયર ટેલિકોમ ઓફિસર બનવાની સુવર્ણ તક, આજે જ કરો અરજી

BSNL ભરતી 2026:

BSNL ભરતી 2026: ભારત સરકારની અગ્રણી ટેલિકોમ કંપની ‘ભારત સંચાર નિગમ લિમિટેડ’ (BSNL) દ્વારા જુનિયર ટેલિકોમ ઓફિસર્સ (JTO) ના ૧૦૦ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ટેલિકોમ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી પ્રક્રિયા ઓપન માર્કેટ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારના ઉમેદવારો અરજી કરી શકે છે.

BSNL ભરતી 2026:  શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીની B.E./B.Tech ની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ, રેડિયો, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇન્ફર્મેશન ટેકનોલોજી કે ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા વિષયોમાં સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ સાથે M.Sc. (ઇલેક્ટ્રોનિક્સ/કોમ્પ્યુટર સાયન્સ) અથવા M.Tech. ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ આ પદ માટે પાત્ર ગણવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પોસ્ટ માટે અનુભવની કોઈ જરૂર નથી, એટલે કે ફ્રેશર ઉમેદવારો પણ બેધડક અરજી કરી શકે છે. ઉમેદવારોની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેમાં અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળશે.

વિગત માહિતી
સંસ્થા ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
પદ જુનિયર ટેલિકોમ ઓફિસર (JTO)
કુલ જગ્યાઓ ૧૦૦
અરજી કરવાની છેલ્લી તારીખ ૩ જુલાઈ, ૨૦૨૬
પગાર ધોરણ ₹૧૬,૪૦૦ – ₹૪૦,૫૦૦ પ્રતિ માસ

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

BSNL માં પસંદ પામેલા જુનિયર ટેલિકોમ ઓફિસર્સને આકર્ષક પગાર ધોરણ મળશે. પસંદગી પામેલા ઉમેદવારોને ₹૧૬,૪૦૦ થી ₹૪૦,૫૦૦ પ્રતિ માસનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ externalexam.bsnl.co.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩ જુલાઈ, ૨૦૨૬ છે, તેથી રસ ધરાવતા ઉમેદવારોએ સમયમર્યાદા ચૂકે નહીં તેનું ધ્યાન રાખવું.

અરજી ફીની વિગતો

આ ભરતી માટે અરજી ફી પણ નિર્ધારિત કરવામાં આવી છે. બિન અનામત, OBC અને EWS શ્રેણીના ઉમેદવારો માટે ₹૨,૦૦૦ ની ફી રાખવામાં આવી છે, જ્યારે SC/ST/PwBD ઉમેદવારો માટે ₹૧,૦૦૦ ની ફી ઓનલાઇન સબમિટ કરવાની રહેશે.

આ પણ વાંચો: અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભરતીમાં 20% અનામત મંજૂર, થશે આ લાભ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *