ગણેશ ચતુર્થીના પૂજા નિયમો અને બાપ્પાને કઈ વસ્તુઓ અર્પણ ન કરવી? જાણો

ગણેશ ચતુર્થી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ગણેશ ચતુર્થી પર વિધ્નહર્તાના આગમન સાથે શરૂ થતો આ ૧૧ દિવસનો ધાર્મિક તહેવાર અનંત ચૌદશ પર બાપ્પાના વિસર્જન સાથે અશ્રુભીની આંખોથી સમાપ્ત થાય છે.

ગણેશ ચતુર્થી 2026 તારીખ અને મુહૂર્ત

પંચાંગ મુજબ, ૨૦૨૬માં ભાદરવો સુદ ચોથ તિથિ ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૭:૦૬ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૭:૪૪ વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર ૧૪ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ઉજવાશે. આ દિવસે વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશ ઉત્સવ દરમિયાન ગજાનંદની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને શાંતિ મળે છે. ભગવાન ગણેશજી બહુ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. જો તમે પણ ગણેશજીની પૂજા કરી રહ્યા છો, તો તેમને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાની સખ્ત મનાઈ છે.

ગણેશજીને કઈ વસ્તુઓ અર્પણ કરવી વર્જિત છે?

  • તુલસીના પાન: ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશને તુલસીના પાન અર્પણ કરવાની સખ્ત મનાઈ છે. એક પૌરાણિક કથા મુજબ, દેવી તુલસીએ ગણેશજી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો ગણેશજીએ અસ્વીકાર કર્યો હતો. આનાથી નારાજ થઈને તુલસીજીએ શ્રાપ આપ્યો હતો અને બદલામાં ગણેશજીએ પણ તુલસીજીને શ્રાપ આપ્યો હતો, જેથી ગણેશ પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ થતો નથી.

  • કેતકીનું ફૂલ: શંકરજી સિવાય ગણેશજીને પણ કેતકી પુષ્પ અર્પણ કરવાની મનાઈ છે. ભગવાન શિવના શ્રાપના કારણે કેતકીનું ફૂલ શિવપુત્ર ગણેશજીની પૂજામાં પણ સ્વીકારવામાં આવતું નથી.

  • તૂટેલા ચોખા (અક્ષત): ભગવાન ગણેશને ચોખા અર્પણ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ક્યારેય પણ તૂટેલા ચોખા અર્પણ કરવા જોઈએ નહીં, કારણ કે તે અપૂર્ણતા અને વિધ્નના સંકેત છે.

  • સફેદ વસ્તુઓ: પૌરાણિક કથા અનુસાર ચંદ્રએ ગણેશજીની મજાક ઉડાવી હતી, જેથી ક્રોધિત થઈને ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. ચંદ્રનો રંગ સફેદ હોવાથી અને ચંદ્ર સાથેના પૌરાણિક પ્રસંગને કારણે ગણેશજીને વિશેષ રૂપથી સફેદ રંગની વસ્તુઓ અર્પણ કરવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *