UPI and RuPay Transaction Charges ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરતા નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રાહતસભર નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નવા આદેશ અનુસાર હવે 2,000 રૂપિયા સુધીના ડિજિટલ પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી UPI ટ્રાન્ઝેક્શન ચાર્જને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે નાણા મંત્રાલય દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને આ અંગેની તમામ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.
UPI and RuPay Transaction Charges : 2,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર સંપૂર્ણ છૂટ
નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ તરફથી 14 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે UPIથી 2,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટ પર બેંક કે સિસ્ટમ પ્રોવાઇડર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવી શકશે નહીં. ન તો સીધી રીતે કે ન તો આડકતરી રીતે ગ્રાહક કે વેપારી પાસેથી આ ફી વસૂલી શકાશે.
UPI and RuPay Transaction Charges કાયદાકીય જોગવાઈ અને નાના વેપારીઓને ફાયદો
આ આદેશ ‘Payment and Settlement Systems Act, 2007’ની કલમ 10A હેઠળ જારી કરવામાં આવ્યો છે, જે મુજબ પેમેન્ટ કરનાર અને પેમેન્ટ લેનાર બંને પાસેથી ચાર્જ લેવાનું પ્રતિબંધિત છે. આ નિર્ણયથી નાના દુકાનદારો, કિરાણા સ્ટોર, ચાની લારી અને ગલ્લાવાળા નાના વેપારીઓને મોટો ફાયદો થશે, કારણ કે ઓછી કિંમતના ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ ન લાગવાથી તેમના નફા પર કોઈ અસર નહીં પડે.
2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન અને MDR પર સ્થિતિ
સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ ચાર્જ કેટલો હશે તેનો અંતિમ નિર્ણય NPCI (National Payment Corporation of India) દ્વારા લેવામાં આવશે, જે અંદાજે 0.3% થી 0.5% સુધી હોઈ શકે છે.

