અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ, સ્ટાર એર, ઇન્ડિગો અને અકાસાની સેવા પ્રભાવિત

અમદાવાદ એરપોર્ટ પર આજે અલગ-અલગ એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક જ દિવસમાં વિવિધ એરલાઇન્સની હવાઈ સેવા ખોરવાતા એરપોર્ટ પર મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. ફ્લાઇટ રદ થયા બાદ મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો પણ થયા છે.

Ahmedabad Airport Flight Cancellations :  ફ્લાઇટ્સ રદ

મળતી માહિતી મુજબ, સ્ટાર એરની અમદાવાદથી દીવ થઈ ગોવા જતી ફ્લાઇટ (S5 424) રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઇન્ડિગોની અમદાવાદ-દીવ અને દીવ-અમદાવાદ બંને ફ્લાઇટ્સ પણ કેન્સલ કરવામાં આવી છે. બીજી તરફ, અકાસા એરલાઇન્સની અમદાવાદ-કોલકાતા અને કોલકાતા-અમદાવાદ ફ્લાઇટ પણ રદ થઈ છે. અકાસાની આ બંને ફ્લાઇટ્સ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે.

મુસાફરોને હાલાકી અને એરપોર્ટ પર રોષ

એકસાથે બહુવિધ ફ્લાઇટ્સ રદ થવાને કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરોને સમયસર તેમની મંઝિલ પર પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ હતી અને એરલાઇન્સ ઓથોરિટી તરફથી યોગ્ય સમયસર માહિતી ન મળવાને કારણે મુસાફરોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એરલાઇન્સ કંપનીઓ દ્વારા મુસાફરોને રિફંડ અથવા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *