Modak Kheer ગણેશ ચતુર્થી તહેવાર ભારતભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને વિધિવત્ત પૂજા કરે છે. ગણેશ ચતુર્થી દરમિયાન લોકો વિવિધ પ્રકારના મોદક અને લાડુ બનાવીને ભગવાન ગણેશને ભોગ અર્પણ કરે છે. ગણપતિ દાદાને મોદક અતિ પ્રિય છે, ત્યારે ‘મોદક વાળી ખીર’ એક ખૂબ જ લોકપ્રિય અને સ્વાદિષ્ટ વાનગી છે જે બાપ્પાને ભોગમાં ધરી શકાય છે.
Modak Kheer Recipe Ingredients: મોદક ખીર બનાવવા માટે જરૂરી સામગ્રી
મોદક ખીર બનાવવામાં વધુ સમય લાગતો નથી અને જો તેને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેનો સ્વાદ અદ્ભુત બને છે. આ વાનગી બનાવવા માટે નીચે મુજબની સામગ્રીની જરૂર પડશે:
-
1 લિટર ફુલ ક્રીમ દૂધ
-
4 ચમચી ચોખા
-
4 – 5 મોદક (વૈકલ્પિક)
-
1/2 કપ તાજું અથવા છીણેલું નાળિયેળ
-
1/2 કપ ગોળ (સ્વાદ મુજબ)
-
8-10 કાજુના ટુકડા
-
8-10 બદામના ટુકડા
-
1/2 ચમચી એલચી પાવડર
-
1 ચમચી ઘી
-
5-6 કેસરના તાંતણા
How to Make Modak Kheer : સ્ટેપ-બાય-સ્ટેપ મોદક ખીર બનાવવાની રીત
-
ચોખાની તૈયારી: સૌપ્રથમ ચોખાને સારી રીતે ધોઈને પાણીમાં 15 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી પાણી કાઢીને ચોખાને બરછટ પીસી લો, જેનાથી ખીર ઝડપથી ઘટ્ટ થઈ જાય છે.
-
દૂધ ઉકાળવું: હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ મધ્યમ તાપે ઉકાળો. દૂધ ઉકળ્યા પછી ગેસની આંચ ઓછી કરો અને તેમાં બરછટ પીસેલા ચોખા ઉમેરો. ચોખા તળિયે ચોંટી ન જાય તે માટે સમયાંતરે દૂધ હલાવતા રહો.
-
નાળિયેળ સાંતળવું: એક કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં નારિયેળનું છીણ 1 થી 2 મિનિટ સુધી સામાન્ય ફ્રાય કરો અને પછી તેને ખીરમાં ઉમેરી દો.
-
ગોળ અને મોદક ઉમેરવા: જ્યારે ચોખા સારી રીતે રાંધાઈ જાય અને ખીર ઘટ્ટ થવા લાગે ત્યારે ગેસ ધીમો કરીને ગોળ ઉમેરો. (ધ્યાન રાખો કે ગોળ ઉમેરતી વખતે ગેસ ધીમો રાખવો જેથી દૂધ ફાટે નહીં). જો તમે મોદકનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તેના નાના ટુકડા કરીને આ સમયે ઉમેરો.
-
ડ્રાયફ્રૂટ્સ અને કેસર મિક્સ કરવું: હવે કાજુ, બદામના ટુકડા અને એલચી પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરો. અડધી વાટકી દૂધમાં કેસર પલાળીને ખીરમાં ઉમેરો અને 2-3 મિનિટ ધીમા તાપે રાંધ્યા પછી ગેસ બંધ કરી દો. તમારી સ્વાદિષ્ટ મોદક ખીર તૈયાર છે!
-
ગણેશ ચતુર્થીના પૂજા નિયમો અને બાપ્પાને કઈ વસ્તુઓ અર્પણ ન કરવી? જાણો

