Ahmedabad Rain Red Alert અમદાવાદમાં આજે કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે શહેરમાં બપોરે ૧ વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી છે.
Ahmedabad Rain Red Alert : વટવા અને લાંભા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ
શહેરમાં અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને વટવા અને લાંભા વિસ્તારમાં માત્ર બે જ કલાકમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત બોપલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, મણિનગર અને વેજલપુર સહિતના મુખ્ય વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા સાવચેતીના પગલાં અને રેડ એલર્ટ
હવામાન વિભાગની ચેતવણીને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. આગામી કલાકોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
હવામાન વિભાગે શહેરમાં બપોરે ૧ વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી છે. નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. આગામી કલાકોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.

