એશિયન ગેમ્સ નો 13મો દિવસ ભારત માટે અનેક મેડલ લઈને આવ્યો. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની તાકાત બતાવી. ભારતે આજે કુલ 6 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા. આ સાથે ભારતના કુલ 16 ગોલ્ડ થયા છે અને ટીમ મેડલ ટેલીમાં પાંચમા ક્રમે છે.
એશિયન ગેમ્સ મહિલા હોકી ટીમનો ઐતિહાસિક ગોલ્ડ
ભારતીય મહિલા હોકી ટીમે દિવસની સૌથી મોટી સફળતા હાંસલ કરી. ફાઇનલમાં કઠિન લડાઈ બાદ ભારતે ચીનને 1-0થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં 44 વર્ષની રાહ જોયા પછી ગોલ્ડ જીત્યો છે. આ જીત સાથે ટીમે અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનાર 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે પણ સીધો ક્વોલિફાય કર્યો છે.
કુસ્તીમાં સુજીત કલ્કલનો રોમાંચક ગોલ્ડ
પુરુષોની 65 કિગ્રા ફ્રીસ્ટાઇલમાં સુજીત કલ્કલે ગોલ્ડ મેડલ જીત્યો. ફાઇનલમાં તાજિકિસ્તાનના કુસ્તીબાજ સામે તે એક સમયે 2-9થી પાછળ હતો અને હાર લગભગ નિશ્ચિત લાગતી હતી. પરંતુ અંતિમ ક્ષણોમાં સતત ત્રણ ટેકડાઉન કરી તેણે મેચ 10-9થી જીતી લીધી.
બોક્સિંગમાં લવલીના, પરવીન અને અંકુશ
ભારતીય બોક્સરોએ રિંગમાં પ્રભુત્વ જમાવ્યું. મહિલા વર્ગમાં લવલીના બોર્ગોહેન (75 કિગ્રા) અને પરવીન (65 કિગ્રા) એ ફાઇનલમાં પોતાના વિરોધીઓને હરાવી ગોલ્ડ જીત્યા. પુરુષોની 80 કિગ્રા કેટેગરીમાં અંકુશ પંગલે પણ ગોલ્ડ મેડલ જીત્યો.
તીરંદાજીમાં ઐતિહાસિક ગોલ્ડ
મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં અંકિતા ભકત, કીર્તિ અને કુમકુમ મોહોડની ત્રિપુટીએ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક દક્ષિણ કોરિયાને રોમાંચક મેચમાં હરાવી ઐતિહાસિક ગોલ્ડ જીત્યો. ભારતે પુરુષોની રિકર્વ ટીમ અને મિશ્ર રિકર્વ ટીમ ઇવેન્ટમાં બે સિલ્વર મેડલ પણ જીત્યા.
કુલ મળીને ભારતે આ એશિયન ગેમ્સમાં 76 મેડલ જીત્યા છે, જેમાં 16 ગોલ્ડ, 25 સિલ્વર અને 35 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.એશિયન ગેમ્સ નો 13મો દિવસ ભારત માટે અનેક મેડલ લઈને આવ્યો. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની તાકાત બતાવી. ભારતે આજે કુલ 6 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા. આ સાથે ભારતના કુલ 16 ગોલ્ડ થયા છે અને ટીમ મેડલ ટેલીમાં પાંચમા ક્રમે છે.

