ICCએ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ભારત-પાકિસ્તાન વચ્ચે 10 ઓક્ટોબરે ટક્કર

ICC વર્લ્ડ કપ 2027

ICC વર્લ્ડ કપ 2027 : ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવારે 2027 મેન્સ વનડે વર્લ્ડ કપનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી વર્ષે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા આ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થશે, જ્યારે ફાઇનલ મુકાબલો 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.

ICC વર્લ્ડ કપ 2027 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મુકાબલો

ટીમ ઇન્ડિયાને ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર Aનો સમાવેશ થાય છે.

ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 7 ઓક્ટોબર 2027ના રોજ કેપટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે કરશે. આ મુકાબલો 2023 વર્લ્ડ કપની ફાઇનલની યાદ અપાવશે.

ક્રિકેટ ચાહકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલા પર પણ રહેશે. બંને ટીમો 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં આમને-સામને થશે.

 

ICC વર્લ્ડ કપ 2027  વર્લ્ડ કપમાં કઈ ટીમ કયા ગ્રુપમાં?

ગ્રુપ A

ગ્રુપ B

ભારત

ન્યૂઝીલેન્ડ

ઓસ્ટ્રેલિયા

દક્ષિણ આફ્રિકા

પાકિસ્તાન

શ્રીલંકા

અફઘાનિસ્તાન

ઇંગ્લેન્ડ

ઝિમ્બાબ્વે

બાંગ્લાદેશ

ક્વોલિફાયર A

ક્વોલિફાયર B

ત્રણ દેશોમાં 12 સ્થળોએ રમાશે મેચ

2027 વનડે વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં કરવામાં આવશે. ટુર્નામેન્ટની મેચો કુલ 12 સ્થળોએ રમાશે. આફ્રિકામાં યોજાનારા આ વર્લ્ડ કપમાં 14 ટીમો વચ્ચે કુલ 57 મેચ રમાશે.

ટુર્નામેન્ટની શરૂઆત નામિબિયાની રાજધાની વિન્ડહોકમાં ત્રણ ટીમોની સુપર સિરીઝથી થશે. આ તબક્કામાં ત્રણ ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે અને ટોચ પર રહેનારી ટીમ ગ્રુપ સ્ટેજમાં પ્રવેશ મેળવશે.

ત્યારબાદ 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં કુલ 30 મેચ રમાશે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો અને બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી વધુ સારું પ્રદર્શન કરનારી એક ટીમ સુપર 7 તબક્કામાં પ્રવેશ મેળવશે.

સુપર 7માં કુલ 21 મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ સાથે ટુર્નામેન્ટનો અંત આવશે. પ્રથમ સેમિફાઇનલ 17 નવેમ્બરે કેપટાઉન અને બીજી સેમિફાઇનલ 18 નવેમ્બરે ત્શવાનેમાં રમાશે. જ્યારે ફાઇનલ 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં યોજાશે

Shubman Gillની ઐતિહાસિક 223 રનથી ભારતનો ધમાકેદાર વિજય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *