US Green Card News વોશિંગ્ટન: અમેરિકામાં નોકરી કરતા અને ગ્રીન કાર્ડ (Green Card) મેળવવાની રાહ જોઈ રહેલા લાખો ભારતીય IT પ્રોફેશનલ્સ માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત અને વિશ્વની આઠ મોટી IT કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM) માંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ કડક કાર્યવાહીના કારણે ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ વધુ મુશ્કેલ અને લાંબો બની શકે છે.
US Green Card News આ 8 દિગ્ગજ IT કંપનીઓ સામે થઈ કાર્યવાહી
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જે આઠ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ભારતની ટોચની IT કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ (Infosys), વિપ્રો (Wipro), કોગ્નિઝન્ટ (Cognizant), HCL, કેપજેમિની (Capgemini), માઇક્રોસોફ્ટ (Microsoft) અને એડોબ (Adobe) સામેલ છે. અમેરિકી સરકારના આ નિર્ણયથી આ તમામ સંબંધિત કંપનીઓની નવી તેમજ પડતર (Pending) PERM અરજીઓની પ્રક્રિયા હવે અટકી જશે, જેની સીધી અસર તેમાં કામ કરતા વિદેશી કર્મચારીઓ પર પડશે.
શું છે PERM પ્રોગ્રામ અને કેમ છે મહત્વપૂર્ણ?
અમેરિકામાં કોઈપણ વિદેશી કર્મચારી માટે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં PERM એ સૌથી પ્રથમ અને મહત્ત્વપૂર્ણ પગથિયું છે. આ પ્રક્રિયા અંતર્ગત નોકરીદાતા કંપનીએ અમેરિકી શ્રમ વિભાગ (Department of Labor) સમક્ષ એ સાબિત કરવું પડે છે કે જે પદ પર વિદેશી નાગરિકને નોકરી આપવામાં આવી રહી છે, તે કામ માટે કોઈ લાયક અમેરિકન કર્મચારી ઉપલબ્ધ નથી. શ્રમ વિભાગની કડક ચકાસણી અને મંજૂરી બાદ જ કંપની કર્મચારીના ગ્રીન કાર્ડ માટેની આગળની પ્રક્રિયા હાથ ધરી શકે છે. જોકે, PERM મંજૂર થવાનો અર્થ એ નથી હોતો કે ગ્રીન કાર્ડ તરત જ મળી જશે, પરંતુ તેના વગર આગળ વધવું અશક્ય છે.
ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવાના સંકેતો મળી રહ્યા છે, જે ભારતીય ટેક પ્રોફેશનલ્સની ચિંતામાં વધારો કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં લોટનો હાહાકાર: પેશાવરમાં 20 કિલો લોટનો ભાવ 3300 રૂપિયાને પાર

