Nvidia CEO Jensen Huang Resigns: જેન્સન હુઆંગે આપ્યું રાજીનામું

Jensen Huang Resigns

Jensen Huang Resigns Nvidia કંપનીના CEO જેન્સન હુઆંગ છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. તે ચીનના જાસૂસ સાથેના અફેરના સમાચારને કારણે ચર્ચામાં રહ્યા હતા, જેના કારણે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તેમને પદ પરથી હટાવવામાં આવી શકે છે. દરમિયાન, ૧૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જેન્સન હુઆંગે પોતે Nvidiaના CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ સમાચારની પુષ્ટિ Nvidia દ્વારા જ કરવામાં આવી છે. જે બાદ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર કોલેટ ક્રેસ વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે. વૈશ્વિક AI અને ચિપ ઉદ્યોગોમાં આ અચાનક થયેલા ફેરફારથી ભારે ખળભળાટ મચી ગયો છે.

Jensen Huang Resigns: ઇન્ડસ્ટ્રીમાં મચી ગઈ હલચલ, કંપની દ્વારા આભાર વ્યક્ત કરાયો

Nvidia ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવવામાં હુઆંગે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના પ્રસ્થાનથી કંપનીના ભવિષ્ય અને AI ઉદ્યોગ પર તેની અસર અંગે પ્રશ્નો ઉભા થયા છે.કોલેટ ક્રેસ Nvidiaનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે. તેઓ સપ્ટેમ્બર 2013થી કંપની સાથે જોડાયેલાં છે. કંપનીની નાણાકીય કામગીરી અને વિકાસમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.હવે કાયમી CEOની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ વચગાળાના CEO તરીકે જવાબદારી સંભાળશે. આ દરમિયાન તેઓ CFO તરીકેની જવાબદારી પણ ચાલુ રાખશે.

CEIR Portal: ચોરાયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશનાં મોટાં રાજ્યોમાં બીજા ક્રમે, 74 હજારથી વધુ ફોન પરત મળ્યા