આખરે મહેમદાબાદ પણ MD ડ્રગ્સના સકંજામાં! દારૂ બાદ હવે નશાના કારોબારની પણ એન્ટ્રી

મહેમદાબાદ MD ડ્રગ્સ

મહેમદાબાદ MD ડ્રગ્સ  મહેમદાવાદમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અત્યાર સુધી દારૂના ગેરકાયદેસર વેચાણને લઈને ચર્ચામાં રહેતા મહેમદાબાદમાં હવે MD ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનો મુદ્દો પણ સામે આવ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન રિક્ષાચાલક પાસેથી MD ડ્રગ્સ, ચરસ અને ગાંજો મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મહેમદાબાદ MD ડ્રગ્સ- રિક્ષાચાલક પાસેથી નશીલા પદાર્થોનો જથ્થો મળ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, મહેમદાબાદમાંથી પોલીસે એક રિક્ષાચાલકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 2.24 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત 20.46 ગ્રામ ચરસ અને 5.880 કિલો ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું જણાવાયું છે. આ મામલે કુલ પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહી માત્ર એક આરોપીની ધરપકડ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, કોને પહોંચાડવાના હતા અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ, તે દિશામાં ઊંડી તપાસ જરૂરી છે.

દારૂ બાદ હવે ડ્રગ્સના કારોબારનો સવાલ

મહેમદાવાદમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને બુટલેગરોની પ્રવૃત્તિઓને લઈને અગાઉ પણ સવાલો ઊઠતા રહ્યા છે. હવે ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતાં નશાના કારોબાર અંગે ચિંતા વધી છે.શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખરેખર કેટલો અંકુશ છે? બુટલેગરો અને નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકો સામે સતત કાર્યવાહી કેમ જરૂરી બની છે? આવા સવાલો સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યા છે.

પોલીસ માટે મોટો પડકાર

નશીલા પદાર્થોનો કારોબાર યુવા પેઢીના ભવિષ્ય માટે ગંભીર ખતરો બની શકે છે. તેથી માત્ર નાનો જથ્થો પકડવાથી સંતોષ માનવાને બદલે સપ્લાય ચેઇન અને સંભવિત નેટવર્ક સુધી પહોંચવું જરૂરી છે.

મહેમદાબાદ પોલીસ આ મામલે તપાસને વધુ ઊંડી બનાવે અને નશાના કારોબાર સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની અપેક્ષા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસની તપાસમાં આ સમગ્ર મામલે કયા નવા ખુલાસા થાય છે.

 

Gujarat Police Recruitment 2026: લોકરક્ષકની 12,752 અને PSIની 241 જગ્યાઓ, કુલ 12,993 ભરતીની જાહેરાત