વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ જહાંગીરપુરા ખાતે શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ઉમદા આશય સાથે ૮મા નિશુલ્ક ખત્ના કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં ૧૫૦ જેટલા બાળકોની નિશુલ્ક ખત્ના કરવામાં આવી હતી. ગોધરાના જાણીતા તબીબ ડૉક્ટર અબ્દુલ્લા ખલીફાના હસ્તે તમામ બાળકોની ખત્ના સંપન્ન કરવામાં આવી હતી.

શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નિયમિતપણે આ નિશુલ્ક ખત્ના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટની આ સતત સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત આજ દિન સુધીમાં કુલ ૧૦૦૦ થી વધુ બાળકોની ખત્ના સફળતાપૂર્વક કરવામાં આવી છે, જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ખૂબ મોટો ટેકો સાબિત થઈ રહ્યું છે.
આ સેવાકીય કેમ્પના શુભ અવસરે શિફા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહંમદ હુસેન શેખ (ઉર્ફે જૉનીભાઈ), સમીના અજમેરી, તન્વીર અન્સારી, બિલાલ પરમાર, બાબુભાઈ મેમણ, ઇરફાન મલેક તેમજ શબ્બીરભાઈ શેખ સહિતના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો.

